ફી બાબતે આગામી સમયમાં પગલાં લેશું : મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદ, તા.10 : રાજ્યમાં હાલ કોરોના મહામારીના કારણે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યની સ્કૂલોએ ફી મુદ્દે વાલીઓને મેસેજ મોકલ્યો છે. આ સંદર્ભે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને પુછવામાં આવતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ફી બાબતે આગામી સમયમાં ચોક્કસ પગલા લઇશું. હાલ શાળા સચાલકોએ 75 ટકા ફી લીધી છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ ઉમેર્યું હતું કે, શિક્ષણ ફી બાબતે સરકાર દ્વારા જરૂર પડે નિર્ણય લેવાશે. શાળા સંચાલકો દ્વારા 75 ટકા ફી લઇ લેવામાં આવી છે તો કેવી રીતે તેમને ટેક્સમાં માફી આપી શકાય. જો શાળાઓએ ફી ન લીધી હોત તો જ તેમને ટેક્સ માફી માટે વિચારી શકાય. કોરોના દરમિયાન હોટલો સંપૂર્ણ બંધ હતું એટલે તેમને ટેક્સમાં છુટ આપી છે. હજુ શિક્ષણ સત્રની શરૂઆત થઇ છે. આ સત્ર કેવું જશે એ કહેવું મુશ્કેલ છે. સ્થિતિ કેવી રહેશે તે ખબર નથી. ભવિષ્યમાં સમય પ્રમાણે ફી બાબતે નિર્ણય કરીશું.

© 2022 Saurashtra Trust