બીજી લહેરમાં પહેલીવાર એકેય જિલ્લામાં 100થી વધુ કેસ નહીં

જૂનાગઢના સૌથી વધુ 27 સહિત સૌરાષ્ટ્રમાં 123 કેસ : 6 જિલ્લામાં 10થી ઓછા કેસ
રાજકોટમાં 26 કેસ-0 મૃત્યુ : જામનગર તંત્રએ 5 મૃત્યુ જાહેર કર્યા
અમદાવાદ, તા. 10 : ગુજરાતમાં એપ્રીલ મહિનાથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેરમાં આજે પહેલીવાર એકેય જિલ્લામાં 100થી વધુ કેસ નોંધાયા નથી. 95 દિવસે કોરોનાની દૈનિક કેસની સંખ્યા 600થી ઓછી આવી છે. 8 માર્ચ 2021નાં રોજ 581 કેસ નોંધાયા હતા. આજે રાજ્યમાં 544 કોરોનાના નવા કેસ નોંધાતા કોરોનાના કુલ આંક 818595 પર પહોંચ્યો છે. વિતેલા 24 કલાકમાં વધુ 11 કોરોના દર્દીના મૃત્યુ થતાં કુલ કોવિડ ડેથનો આંક 9976 થયો છે. બીજી તરફ આજે 1505 કોરોના દર્દી સાજા થતા ડિસ્ચાજ ઍદર્દીનો આંક 7,96,228 પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ 12,711 કોરોનાના એક્ટિવ કેસ છે, જેમાં 316 વેન્ટિલેટર પર છે. આ સાથે રાજ્યમાં રિકવરી રેટ 97.23 ટકા થયો હતો.
સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણની રફ્તાર એકદમ ધીમી પડી રહી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે સૌથી વધુ  ભાવનગરના 27 સહિત 123 કેસ નોંધાયા હતા. જ્યારે ચાર જિલ્લામાંથી 4 કોવિડ ડેથ જાહેર થયા હતા. તો એક સમયે સૌરાષ્ટ્રમાં કોરોના હોટ સ્પોટ બનેલા રાજકોટમાં નવા 26 કેસ નોંધાયા હતા અને એકેય મૃત્યુ કે કોવિડ ડેથ નોંધાયું નહોતું. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં તો 10થી પણ ઓછા કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે સૌથી વધુ વડોદરામાં 98, અમદાવાદમાં 90, સુરતમાં 89, જૂનાગઢમાં 27, રાજકોટમાં 26, જામનગરમાં 22, ગાંધીનગરમાં 5, ભાવનગરમાં 2, ગીર સોમનાથમાં 23, ભરૂચમાં 23, નવસારીમાં 15, આણંદ અને બનાસકાંઠામાં 12-12, અરવલ્લી અને પંચમહાલમાં 11-11, અમરેલી, ખેડા અને મહીસાગરમાં 10-10, કચ્છ, મહેસાણા અને વલસાડમાં 9-9, પોરબંદરમાં 6, દેવભૂમિ દ્વારકા અને સાબરકાંઠામાં 4-4, દાહોદમાં 3, મોરબીમાં 2, બોટાદ, પાટણ અને તાપીમાં 1-1 કેસ જ્યારે છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા અને સુરેન્દ્રનગરમાં એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે અમદાવાદ અને સુરતમાં 2-2, વડોદરા, જૂનાગઢ, અમરેલી, મહીસાગર, મહેસાણા, જામનગર અને ભાવનગરમાં 1-1 કોવિડ ડેથ નોંધાયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer