રાજ્યોને જરૂરિયાત મુજબ રેમડેસિવીર ફાળવાશે

રાજ્યોને જરૂરિયાત મુજબ રેમડેસિવીર ફાળવાશે
16મીથી રાજ્યોને રેમડેસિવીર ફાળવણી માટે આયોજન
નવી દિલ્હી, તા.7 : કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાઈ રહેલા રેમડેસિવીર ઈન્જેકશનની માગ દેશમાં વધી છે. આ ઈન્જેકશનના બેફામ કાળાબજાર થઈ રહ્યાની ફરિયાદો વચ્ચે કેન્દ્ર દ્વારા 16 મેથી દરેક રાજ્યને જરૂરિયાત મુજબ ફાળવણી કરવા આયોજન ઘડાયુ છે.
ભારતમાં રેમડેસિવીર ઈન્જેકશનની માગ અને તંગીને પગલે અન્ય દેશો તેની સપ્લાય માટે આગળ આવ્યા છે. દેશમાં જરૂરિયાતમંદોને તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 16 મેથી તમામ રાજ્યોને ફાળવણી કરવામાં આવનાર છે. કોરોનાની સારવાર અને દવાની ઉપલબ્ધતાની સમીક્ષા માટે યોજાયેલી બેઠક અંતર્ગત કેન્દ્રિય મંત્રી ડીવી. સદાનંદ ગૌડાએ જણાવ્યું કે રેમડેસિવીરના પ3,00,000 ઈન્જેકશન ર1 એપ્રિલથી 16 મે વચ્ચે રાજ્યોને ફાળવવામાં આવ્યા છે.
રેમડેસિવીરની તમામ 7 ઉત્પાદક કંપનીએ ઉત્પાદન ક્ષમતા વધારી 1.3 કરોડ ઈન્જેકશન પ્રતિ માસ કરવા પ્રયાસ કર્યો છે. જે એક મહિના અગાઉ 38 લાખ પ્રતિ માસ હતી.
ક્ષમતા વધતાં ઘરેલુ ઉપલબ્ધતા વધશે અને માગ મુજબ ફાળવણી કરી શકાશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે રેલવે બોર્ડની માગ પર ભારતીય રેલના તમામ ઝોનમાં કુલ 7પ00 રેમડેસિવીર ઈન્જેકશન ખરીદવા મંજૂરી આપી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer