સાઈના-શ્રીકાંતની ઓલિમ્પિકની આશા ધૂંધળી : મલેશિયા ઓપન રદ

સાઈના-શ્રીકાંતની ઓલિમ્પિકની આશા ધૂંધળી : મલેશિયા ઓપન રદ
નવી દિલ્હી, તા.7: કોરોના વાયરસના વધતા પ્રકોપને લીધે મલેશિયા ઓપન સુપર-7પ0 ટૂર્નામેન્ટ આખરે આજે સ્થગિત કરાયાની જાહેરાત થઇ છે. આ બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2પથી 30 મે દરમિયાન કુઆલાલમ્પુરમાં યોજાવાની હતી. મલેશિયા ઓપન રદ થવાથી ભારતના બે અનુભવી શટલર સાઈના નેહવાલ અને કિદાંબી શ્રીકાંતની ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલીફાઇ થવાની આશા વધુ ધૂંધળી બની છે. ટોક્યો ઓલિમ્પિકનો ક્વોટા હાંસલ કરવા ફકત બે જ ટૂર્નામેન્ટ બાકી છે, જેમાં એક મલેશિયા ઓપન હતી.
ઇન્ડિયા ઓપન (11થી 16 મે) સ્થગિત થયા બાદ સાઇના અને શ્રીકાંતની આશા મલેશિયા ઓપન પર હતી અને પછી સિંગાપોર ઓપન પર ટકેલી હતી. ભારતના આ બે ખેલાડીઓનું સિંગાપોર ઓપનમાં ભાગ લેવું મુશ્કેલ છે. કારણ કે આ દેશે ભારતની તમામ ઉડાન સેવા હાલ રદ કરી દીધી છે. મલેશિયા ઓપન રદ થવાની આજે સત્તાવાર જાહેરાત બીડબ્લ્યૂએફ દ્વારા થઇ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer