ડિ’વિલિયર્સની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસીનો તખ્તો તૈયાર

ડિ’વિલિયર્સની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસીનો તખ્તો તૈયાર
વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની T-20 શ્રેણીમાં રમશે તેવો દ. આફ્રિકા ક્રિકેટ બોર્ડનો સંકેત
નવી દિલ્હી, તા.7: દ. આફ્રિકાના સ્ટાર બેટસમેન એબી ડિ’વિલિયર્સની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી થશે તેવા નક્કર સંકેત મળી રહ્યા છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડના ડાયરેકટર ગ્રીમ સ્મિથે ડિ’વિલિયર્સના પુનરાગમન પર ટિપ્પણી કરીને સંકેત આપ્યો છે. તેમણે એવો સંકેત આપ્યો છે કે ડિ’વિલિયર્સ આવતા મહિને વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની પ મેચની ટી-20 શ્રેણીમાં દ. આફ્રિકાની ટીમ તરફથી રમશે.
એબી ડિ’વિલિયર્સે વર્ષ 2018માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી તે વિશ્વની જુદી જુદી ટી-20 લીગમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. હાલમાં જ સસ્પેન્ડ થયેલ આઇપીએલમાં પણ તેણે આરસીબી તરફથી જોરદાર દેખાવ કર્યોં હતો. દ. આફ્રિકાના હેડ કોચ માર્ક બાઉચરે પણ તાજેતરમાં ડિ’વિલિયર્સ ટી-20 વર્લ્ડ કપમાં રમશે તેવો ઇશારો કર્યોં હતો.
37 વર્ષીય એબી ડિ’વિલિયર્સે આઇપીએલ-2021ના એક મેચ દરમિયાન કહ્યંy હતું કે તેને જો ફરી દ. આફ્રિકા તરફથી રમવાનો મોકો મળશે તો શાનદાર બની રહેશે. હવે આજે આફ્રિકા બોર્ડના ડાયરેકટર સ્મિથે કહ્યંy છે કે ટીમ આવતા મહિને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે બે ટેસ્ટ મેચ અને પ ટી-20 મેચની શ્રેણી રમવા જશે. આ સાથે તેમને એવો સંકેત આપ્યો કે ડિ’વિલિયર્સ ફરી આફ્રિકાની જર્સીમાં નજરે પડી શકે છે. સાથોસાથ એમ પણ કહ્યંy કે આ શ્રેણીમાં ઇમરાન તાહિર અને ક્રિસ મોરિસ પર જોવા મળી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer