પાક.ના ઝડપી બોલર તાબિશ ખાનનું 36 વર્ષે ટેસ્ટ પદાર્પણ

પાક.ના ઝડપી બોલર તાબિશ ખાનનું 36 વર્ષે ટેસ્ટ પદાર્પણ
હરારે તા.7: ઝિમ્બાબ્વે વિરૂધ્ધની ટેસ્ટ શ્રેણીના બીજા મેચમાં પાકિસ્તાન તરફથી તાબિશ ખાને ડેબ્યૂ કર્યું છે. ખાસ વાત એ છે કે તેને 36 વર્ષ અને 146 દિવસની વયે પાક. તરફથી પદાર્પણનો મોકો મળ્યો છે. પાક. તરફથી સૌથી વધુ વયે પદાર્પણ કરનારો તે બીજા નંબરનો ખેલાડી છે. અગાઉ મિરાન બક્શે 47 વર્ષની વયે પાક. તરફથી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ઝડપી બોલર તાકિશ ખાને પ્રથમકક્ષાના 137 મેચમાં 24.29ની સરેરાશથી પ98 વિકેટ લીધી છે.
આજે બીજા ટેસ્ટના પ્રારંભે ઝિમ્બાબ્વે સામે પાક. ટીમે મકકમ પ્રારંભ કરીને 82 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 248 રન કર્યાં હતા. અઝહરઅલી 126 રન કરીને આઉટ થયો હતો. જયારે આબિદ અલી 109  સાથે રમતમાં હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer