દેવળિયા ગામના યુવાનની હત્યા પ્રકરણમાં બે શખસ ઝડપાયા

દેવળિયા ગામના યુવાનની હત્યા પ્રકરણમાં બે શખસ ઝડપાયા
માતા સાથેના આડાસંબધંમા પુત્ર-મિત્રએ હત્યા કરી’તી
ખંભાળિયા, તા.7 : કલ્યાણપુર તાબેના દેવળિયા ગામે રહેતા છગનભાઈ દેવાભાઈ વરુ નામના યુવાનની ખારીવાડી વિસ્તારમાંથી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવાના બનાવમાં પોલીસે મૃતક છગનભાઈ સાથે આડાસંબંધ ધરાવતી મહિલાના પુત્ર અને સાગરીતને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક છગનભાઈ વરુને એકાદ વર્ષથી રણમલ પબા પઠાણ નામના શખસની માતા લાભુબેન સાથે આડાસંબંધ હતા અને તા.પ ની રાત્રીના ઘરમાં બન્નેને કઢંગી હાલતમાં જોઈ જતા લાભુબેનનો પુત્ર રણમલ પઠાણ અને મેરુ રામા લાડક ઉશ્કેરાયા હતા અને રમણલ પઠાણે છગનભાઈ પર ધારીયાથી હુમલો કર્યો હતો અને મેરુ લાડકે ઢીકાપાટુના માર મારી હત્યા નિપજાવી નાસી છૂટયા હતા. પોલીસે બનને શખસ સામે ગુનો
નોંધ્યો હતો. દરમિયાન પોલીસે રમણલ પબા પઠાણ અને મેરુ રામા લાડકને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer