મોરબી: નકલી રેમડેસિવીર ઇન્જેકશન કૌભાંડમાં સ્ટીકર પ્રિન્ટ કરી આપનાર પાંચ શખસની અટકાયત

મોરબી: નકલી  રેમડેસિવીર ઇન્જેકશન કૌભાંડમાં સ્ટીકર પ્રિન્ટ કરી આપનાર પાંચ શખસની અટકાયત
મોરબી, તા. 7: રાજ્ય વ્યાપી નકલી રેમડેસિવીર ઇન્જેકશન કૌભાંડમાં ઇન્જેકશન પર ચોંટાડવા માટે સ્ટીકર પ્રિન્ટ કરી આપનાર સુરત અને વાપીના પાંચ શખસની પોલીસે અટકાયત કરી હતી.
સ્ટીકરનું પ્રિન્ટીંગ અને માર્કેટીંગ કરવા અંગે મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ વાપીના છીરી કંચનનગરના દુર્ગા એપાર્ટમેન્ટમાં રહેતાં નાગુજી ઉર્ફે નાગેશ નામદેવભાઇ મોરે, વાપીમાં પ્રિન્ટીંગ પ્રેસ ધરાવતાં ફકીર મોહનગીરી મધુસુદનગીરી, સુરતના નાનાવરાછાની સ્નેહ મિલન સોસાયટીમાં રહેતા અને  માર્કેટીંગ કરતાં રાજેશ ધીરૂભાઇ કથીરિયા, ભાવનાબાગ રો હાઉસ યોગી ચોકના કિશોર શંભુ ચભાડિયા અને ડિડોલીના રણજીત રાધેશ્યામ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી હતી. નકલી રેમડેસિવીર ઇન્જેકશન કૌભાંડમાં આજ દિવસ સુધી 13 શખસને ઝડપી લેવાયા છે. તે પૈકીના ત્રણનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે દસ શખસ રિમાન્ડ પર છે. પોલીસ ઇન્સ. જાડેજાની પૂછપરછ અને તપાસમાં ઇન્જેકશન પર લગાડવાના સ્ટીકર વાપીમાં પ્રિન્ટ કરાવ્યાનું ખુલ્યું હતું. તેના આધારે સ્ટીકરના પ્રિન્ટીંગ, માર્કેટીંગ વગેરે સાથે સંડોવાયેલા પાંચ શખસની અટકાયત કરવામાં આવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer