દિલ્હીને ઓક્સિજન : કેન્દ્રને સુપ્રીમની ફટકાર

દિલ્હીને ઓક્સિજન : કેન્દ્રને સુપ્રીમની ફટકાર
આદેશ છતાં પૂરતી સપ્લાય ન કરાતાં કોર્ટ કહ્યંy, કડક પગલાં લેવા મજબૂર ન કરો
નવી દિલ્હી, તા.7 : દિલ્હીને ઓક્સિજનની સપ્લાય અંગે શુક્રવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઈ. દિલ્હી સરકારે કોર્ટમાં કહ્યંy હતું કે આદેશ છતાં રોજ 700 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય સુનિશ્ચિત થઈ રહી નથી. જેથી કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી કહ્યું કે તમે અમોને કડક પગલાં લેવા મજબૂર ન કરો.
આ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હીને રોજ 700 મે.ટન ઓક્સિજન સપ્લાય કરવા આદેશ આપ્યો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ સપ્લાય ત્યાં સુધી ચાલુ રાખવાની રહેશે જ્યાં સુધી આદેશની સમીક્ષા કરવામાં ન આવે અથવા કોઈ બદલાવ ન થાય. દિલ્હીને ઓક્સિજનની અપૂરતી સપ્લાય અંગે કોર્ટે દિલ્હી સરકારની દલીલ પર સમીક્ષા કરી હતી. કોર્ટે કહ્યું કે જો રોજ 700 મે.ટન ઓક્સિજન સપ્લાય કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારીઓ સામે આદેશ આપવામાં આવશે. વધુમાં સુપ્રીમે કર્ણાટક હાઈકોર્ટના એ આદેશ પર દરમિયાનગીરી કરવા ઈન્કાર કર્યો જેમાં રાજ્યને રોજ ઓક્સિજનની ફાળવણી 96પ મે.ટનથી વધારી 1ર00 મે.ટન કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કેન્દ્રની એ દલીલ સ્વીકારવા ઈન્કાર કર્યો કે જો દરેક હાઈકોર્ટ ઓક્સિજનની ફાળવણી અંગે આદેશ આપવા લાગી તો દેશના સપ્લાય નેટવર્કમાં મુશ્કેલી ઉભી થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer