ભારતમાં દર કલાકે 150નાં મૃત્યુ

ભારતમાં દર કલાકે 150નાં મૃત્યુ
છેલ્લા 10 દિવસમાં 36 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો
નવી દિલ્હી, તા. 7 : દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેરના કારણે હાહાકાર મચેલો છે. દરરોજ કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સતત બીજા દિવસે નવા દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર કરી હતી. જેના ઉપરથી ભયાનક માહોલનો અંદાજ લગાડી શકાય છે. સાથે જ છેલ્લા 10 દિવસમાં કોરોનાના કારણે 36110 લોકોના મૃત્યુ થયા છે. એટલે કે દર કલાકે સરેરાશ 150 દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે.
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 414554ં નવા કેસ નોંધાયા છે. જ્યારે બુધવારે પાંચમી મેના રોજ 412784 નવા મામલા સામે આવ્યા હતા. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 3927 કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 10 દિવસથી કોરોના સંક્રમણથી મૃત્યુ પામતા લોકોનો આંકડો દરરોજ 3000થી વધુ રહ્યું છે. 10 દિવસમાં કોરોનાના કારણે 36110 લોકોએ દમ તોડયો હતો. ભારતમાં જેટલી ઝડપથી આંકડો વધી રહ્યો છે તેના હિસાબે એક જ દિવસમાં કોઈપણ દેશમાં સામે આવતા કેસથી વધારે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer