હૈદરાબાદનાં પ્રાણી સંગ્રહાલયમાં 8 સિંહ કોરોના પોઝિટિવ !

હૈદરાબાદનાં પ્રાણી સંગ્રહાલયમાં 8 સિંહ કોરોના પોઝિટિવ !
ભારતમાં પહેલીવાર પ્રાણીઓમાં દેખાયું સંક્રમણ :  ગિરમાં સાવજોનાં સ્વાસ્થ્યની સલામતીનું શું?
હૈદરાબાદ, તા.4 : ભારતમાં કોરોના મહામારીની આફતમાં પ્રાણી-પશુઓ પણ સપડાઈ જવાની દહેશત ફેલાઈ છે. દેશમાં પહેલીવાર હૈદરાબાદનાં નેહરુ ઝૂઓલોજિકલ પાર્કમાં 8 એશિયાટિક સિંહો કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમનામાં કોરોના લક્ષણ દેખાતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ મળ્યા હોવાનું કહેવાય છે. જો આ અહેવાલ સાચા હોય તો આવનારા સમયમાં ગુજરાતમાં ગિરનાં વનમાં વસતા વનરાજોનું સ્વાસ્થ્ય પણ ચિંતાનો વિષય બની શકે છે. વહેલીતકે ગિરમાં પણ સાવજોનાં આરોગ્યની ચકાસણી માટે કામગીરી હાથ ધરવાની ફરજ પડી શકે છે. એનઝેડપીના ક્યૂરેટર અને ડાયરેક્ટર ડો. સિદ્ધાનંદ કૂકરેતીએ આ અંગે પુષ્ટિ આપતાં જણાવ્યું હતું કે, સિંહોમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા પરંતુ અત્યાર સુધી સીસીએમબી તરફથી તેમને આરટી-પીસીઆર રિપોર્ટ નથી મળ્યો.  નાગરિકો માટે આ પ્રાણીસંગ્રહાલયને બે દિવસ પહેલા જ બંધ કરવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યુ હતું કે, પ્રાણીઓ અને પશુઓમાંથી માણસમાં સંક્રમણ ફેલાતું હોવાના કોઈ પુરાવા હજુ સુધી મળ્યાં નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer