પુત્રીની સગાઈ તૂટવાના ભયે અગતરાયમાં પિતાનો આપઘાત

જૂનાગઢ, તા. 4 : કેશોદ તાલુકાના અગતરાયમાં મંગલપુર ફાટક પાસે રહેતા કાનાભાઈ રાયસીભાઈ ઓડેદરા (ઉ.41)ની પુત્રીની સગાઈ રાણાવાવ ખાતે થઇ હતી. લગ્ન ન થાય તો સગાઈ તૂટી જાય તેમ હોય કાનાભાઈ ટેન્શનમાં હતા. ગત તા. 2નાં આ બાબતનું લાગી આવતા તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન નજીક રોડ પર ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતા. જ્યાં મૃત્યુ થયું હતું. આ અંગે કેશોદના ઇન્ચાર્જ પી.આઈ.એ વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાત : જૂનાગઢના જોષીપરામાં યોગેશ્વરનગરમાં રહેતા અજયભાઈ દિનેશભાઈ વાઘેલા (ઉ.24)ને એકાદ વર્ષથી ટીબીની બીમારી હતી. જેનાથી કંટાળી જઇ ઘરે ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી હતી.
ઝેર પીધું : ખલીલપુર ચોકડી નજીક ગફારભાઈ કાસમભાઈ સિરાજી (ઉ.50)એ કોઇ કારણસર ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું.
ચોરવાડ તાબેના વિસણવેલની સીમમાં તા. 12 એપ્રિલના કરશનભાઈ ચનાભાઈ કટારા (ઉ.65)ને વીજશોક લાગતા દાઝી ગયા હતા. રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer