‘હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ માટે હરમનપ્રિત અને સ્મૃતિને બોર્ડની મંજૂરી

‘હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ માટે હરમનપ્રિત અને સ્મૃતિને બોર્ડની મંજૂરી
નવી દિલ્હી, તા.4: બીસીસીઆઇએ મહિલા ટીમની ટી-20 કપ્તાન હરમનપ્રિત કૌર અને સ્મૃતિ મંધાના સહિત ચાર મહિલા ક્રિકેટરને જુલાઇમાં ઇંગ્લેન્ડમાં રમનાર ‘હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ રમવા માટે મંજૂરી (એનઓસી) આપી દીધી છે. ખબર અનુસાર ચાર ખેલાડીમાં સ્પિનર દીપ્તિ શર્મા પણ સામેલ છે. ચોથી ખેલાડીનું નામ સામે આવ્યું નથી. આ ચારેય ખેલાડી જૂન-જુલાઇમાં ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ત્યાં જ રોકાઇ જશે. ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડમાં 16 જૂનથી એકમાત્ર ટેસ્ટ મેચ રમીને પ્રવાસનો પ્રારંભ કરશે. આ પ્રવાસ 1પ જુલાઇએ ત્રીજા ટી-20 મેચ સાથે સમાપ્ત થશે.  આ દરમિયાન ત્રણ મેચની વન ડે શ્રેણી પણ રમાશે. અગાઉ હરમનપ્રિત, સ્મૃતિ, દીપ્તિ અને જેમિમા રોડ્રિગ્સે 2019માં ઇંગ્લેન્ડમાં સુપર લીગમાં ભાગ લીધો હતો. ગયા વર્ષે હન્ડ્રેડ ટૂર્નામેન્ટ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે રદ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer