રાજકોટમાં રસી લેવા માટે યુવાઓમાં ઉત્સાહ પણ...

રાજકોટમાં રસી લેવા માટે યુવાઓમાં ઉત્સાહ પણ...
રેલવેમાં ‘તત્કાલ’ ટિકિટના બુકિંગની જેમ ક્ષણભરમાં જ ઓનલાઈન રજીસ્ટ્રેશનનો સ્લોટ પૂરો થઈ જાય છે : વધુ 14,144 લોકોને અપાઈ ‘વેક્સિન’
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.4 : ગુજરાત સ્થાપના દિવસ તા.1 મેથી શહેરમાં 18 થી 44 વર્ષના લોકોને કોરોનાની રસી આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે અને મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો અને ખાસ તો યુવાનો વેક્સિન લેવા માટે સેન્ટરો પર પહોંચી રહ્યાં છે પરંતુ વેક્સિન મૂકાવનારા લોકોની તુલનાએ સ્ટોક મર્યાદિત હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. ખાસ તો 45 વર્ષથી વયના લોકોને બીજા ડોઝ માટે હવે ધરમધક્કા થઈ રહ્યાં હોવાનું પણ બહાર આવ્યું છે.
જે યુવાનોએ ભજ્ઞૂશક્ષ.લજ્ઞદ.શક્ષ  પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેઓને આ રસી આપવામાં આવી રહી છે. પ્રથમ દિવસે 10 હજાર અને બાદમાં રોજ પાંચ હજાર યુવાનોનો ટાર્ગેટ સરકારે ફિક્સ કરીને મનપાને આપ્યો છે, રસી મુકાવવા માટે લોકોના જબરદસ્ત ઉત્સાહને પગલે જે રીતે રેલવેનું તત્કાલ ટિકીટની જેમ રજીસ્ટ્રેશન ખુલતુ હોય છે
તેમ ગણતરીની મિનિટોમાં જ સ્લોટ પેક થઈ જાય છે. 50 આરોગ્ય કેન્દ્રો પર રોજના 100ની મર્યાદામાં એટલે કે, પાંચ હજાર વ્યક્તિને વેક્સિનેશનની મર્યાદા રાખવામાં આવી છે. હવે સ્થિતિ એવી છે કે, મ્યુનિ.તંત્ર જેઓએ નોંધણી કરાવી છે તેઓને ગુરુવાર કે, ગુરુવાર પછીનો સમય આપવામાં આવશે.
દરમિયાન આજરોજ 18થી 45 વર્ષની વયના કુલ 9127 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી જ્યારે 45 વર્ષથી વધુ વયના 5017 હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન વર્કરને પણ રસી અપાઈ હતી. કુલ 14144 લોકોએ આજે રસી આપવામાં આવી હોવાનું નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડે એક યાદીમાં જણાવ્યું હતું.
----------
બીજો ‘ડોઝ’ લેવા આવનારા 45 વર્ષથી વધુ વયના લોકો પરેશાન!
રાજ્ય સરકારે 18થી 45 વર્ષ સુધીના વયજૂથના લોકો માટે કોરોનાની રસી આપવાનું શરૂ કર્યા બાદ 45 વર્ષથી વધુ વયના લોકો કે જેઓએ પ્રથમ ડોઝ લઈ લીધો છે અને બીજો ડોઝ લેવાનો તેમનો સમય થઈ ચૂક્યો છે તેઓની મુશ્કેલીઓ વધી રહી છે. તંત્ર દ્વારા આ વયજૂથના લોકો તરફ હવે થોડુ ઓછુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે અમૂક કેન્દ્રો પર 60 વર્ષ આસપાસના વડીલોને બીજો ડોઝ લેવા માટે ના પાડીને 10 દિવસ બાદ આવવાનું કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. રસીનો સ્ટોક મર્યાદિત હોવાનું તેઓને કહેવામાં આવે છે જો કે, કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, આજે જ પૂરતો સ્ટોક આવી ગયો છે.
��ી રહ્યા છે પણ રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન ન સ્થાપી શકે? જેની સામે એજી કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે ઓક્સિજન પ્લાન્ટ માટે રો-મટીરિયલ ભારતમાં ઉપલબ્ધ નથી અને રો મટીરિયલ વિદેશથી આયાત કરવું પડે છે જેમાં આયાત માટે 2થી 3 મહિનાનો સમય લાગે છે. રાજ્ય સરકારનું 32 ઓક્સિજન પ્લાન્ટ બનાવવું પ્લાનિંગ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer