જામનગરમાં 728 કેસ સામે 484 ડીસ્ચાર્જ, 14 મૃત્યુ

જામનગરમાં 728 કેસ સામે 484 ડીસ્ચાર્જ, 14 મૃત્યુ
હાલારમાં મહામારીએ હાલાકી વધારી
રાજકોટમાં 726 કેસ અને 533 સાજા થયા-14 મૃત્યુ: સૌરાષ્ટ્રમાં 2811 નવા કેસ-1861 ડીસ્ચાર્જ  કરાયા, 62 મૃત્યુ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 4: સૌરાષ્ટ્રને કોરોનાની બીજી લહેરે અજગર ભરડામાં લીધા બાદ લોકોની જાગૃતિ અને સરકાર તથા તંત્રના પ્રયાસોને પગલે એક-બે દિવસથી નવા કેસોની સંખ્યા ઘટતી હોવાનું, ડીસ્ચાર્જ  થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયાનું અને મૃત્યુઆંક પણ ઘટયો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જોકે દરિયાની લહેરની જેમ આ લહેર પણ ઉપર-નીચે થતી હોવાનું જણાય છે. કારણ કે આજે ગુજરાતમાં 13050 કેસ નવા નોંધાતા ગઈકાલની તુલનાએ 230 કેસ વધુ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં આજે નવા 2811 કેસ સામે 1861 દર્દીને રજા અપાઈ છે. જ્યારે સત્તાવાર 62 મૃત્યુ જાહેર કરાયા છે. સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ કરતા પણ જામનગરમાં કોરોનાના કેસ વધ્યા છે તેમજ ડીસ્ચાર્જ  દર્દીઓ ઓછા નોંધાયા છે. જામનગરમાં આજે 728 નવા કેસ અને 484 દર્દીને રજા અપાઈ છે. જ્યારે 14 મૃત્યુ જાહેર કરાયા છે.
સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સરેરાશ દિવસોમાં રાજકોટમાં સૌથી વધુ કોરોનાના કેસ નેંધાતા હતા. તેના બદલે આજે રાજકોટમાં 726 કેસ નોંધાયા છે. જેમાંથી શહેરમાં 593 અને ગ્રામ્યમાં 133 કેસનો સમાવેશ થાય છે. બપોર સુધીમાં જ 76 મૃત્યુ થયા હતા. જ્યારે સત્તાવાર મૃત્યુઆંક 14 જાહેર કરાયો છે. રાજકોટની તુલનામાં જામનગરમાં સ્થિતિ વધુ ગંભીર બની હોય તેમ 728 નવા કેસ થયા છે. જેમાંથી શહેરી વિસ્તારમાં 397 અને ગ્રામ્યમાં 331 કેસ નોંધાયા છે. જે દર્શાવે છે કે જામનગર ગ્રામ્ય પંથકમાં કોરોના વક ર્યો છે. જામનગરમાં ડીસ્ચાર્જ દર્દીની સંખ્યા 484 અને જાહેર કરાયેલા મૃત્યુ 14 છે.
બોટાદમાં ર3, દ્વારકામાં 57, પોરબંદરમાં 37 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 88 નવા કેસ અને 11 મૃત્યુ થયાની વહેતી થયેલી વિગતો વચ્ચે સરકારી ચોપડે નવા 62 કેસ જાહેર થયા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે કોરોનાગ્રસ્ત દર્દીઓનો રીકવરી રેટ વધતો જાય છે. જૂનાગઢ શહેરમાં 172 તેમજ તાલુકામાં 178 મળી નવા 350 કેસ નોંધાયા છે. જેની સામે આજે 219 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આજે જૂનાગઢ શહેરમાં 3 મળી જિલ્લામાં કુલ 7 દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. આજે ફરી કેસોની સંખ્યામા વધારો નોંધાયો છે. જિલ્લામાં આજે નવા 144 કેસો નોંધાયા છે. જેમાં વેરાવળમાં 37, સુત્રાપાડામાં 21, કોડીનારમાં 11, ઉનામાં 30, ગીરગઢડામાં 15, તાલાલામાં 30 કેસો નોંધાયા છે. આજે જિલ્લામાં કોડીનાર ખાતે એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયેલ છે. આજે સારવારમાં રહેલા એક પણ દર્દીઓએ રજા આપવામાં આવેલ નથી.
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ મંદ પડી રહી છે. અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 71 હજાર 037 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે જ્યારે આજે વધુ 629 લોકોને જ રસીકરણ આપવામાં આવેલ છે.
મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 104 કેસ નોંધાયા છે જ્યારે 63 દર્દીઓ સ્વસ્થ થયા છે. આજે સરકારી ચોપડે એકપણ મૃત્યુ નોંધાયું નથી.
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 78 કેસોમાં 47 ગ્રામ્ય અને 31 શહેરી વિસ્તારમાં નોંધાયા છે. આજે કોવિડ પ્રોટોકોલ મુજબ 13 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હતા.
ભાવનગર જિલ્લામાં આજરોજ 472 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 15,487 થવા પામી છે જેમાં શહેરી વિસ્તારમાં કુલ 391 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દી તેમજ તાલુકામાં પાંચ મળી કુલ 10 દર્દીઓનું સારવાર દરમિયાન અવસાન થયેલ છે. 276 દર્દીઓ કોરોનામુક્ત થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
----
ગુજરાતમાં 13050 નવા કેસ, ગઈકાલ કરતા 230નો વધારો
અમદાવાદ, તા. 4: આજે ગુજરાત હાઇકોર્ટમાં હાઇકોર્ટ બાર એસોસિયેશન દ્વારા પણ એવી પણ દલીલ કરવામાં આવી હતી કે ગુજરાતમાં કોરોનાના કેસોનો આંક ઓછો આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઓછા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં હાલમાં વાસ્તવિક પરિસ્થિતિ પણ આવી જ છે. વિતેલા 24 કલાકમાં સતત ત્રણ દિવસથી ઘટતા આવતા કેસોની જગ્યાએ આજે 230 કોરોનાના કેસ વધુ કેસ નોંધાયા છે. આજે ગુજરાતમાં 13050 કોરોનાના નવા કેસ નોંધાતા કોરોનાના કુલ કેસોનો આંક 6,20,472 પર પહોંચ્યો છે. કોરોનાના કેસના 1 ટકા જ મૃત્યુ બતાવવાના એ પ્રમાણે વિતેલા 24 કલાકમાં કોરોનાથી 131 દર્દીના મૃત્યુ થતા કોરોનાનો કુલ મૃત્યુઆંક 7779 નોધાવા પામ્યો છે. તો બીજી બાજુ આજે 12121 કોરોના દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા કોરના ડીસ્ચાર્જ દર્દીનો આંક 4,64,396 પહોંચ્યો છે. આટલી મોટી સંખ્યામાં દર્દીઓ ડીસ્ચાર્જ થતા હોવા છતાં પણ ગુજરાતમાં ક્યાંય હોસ્પિટલમાં જગ્યા નથી, બેડ નથી, ઓક્સિજનની બૂમો છે. હાલ ગુજરાતમાં 1,48,297 કોરોનાના એક્ટીવ કેસ છે, જેમાં 778 વેન્ટીલેટર પર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer