શાળાઓને 15% ફી માફ કરવી જ પડશે

શાળાઓને 15% ફી માફ કરવી જ પડશે
સુપ્રીમ કોર્ટનો આદેશ: ફી ચૂકવવામાં મોડું થાય તો પણ કોઈ છાત્રનું શિક્ષણ કે પરિણામ અટકાવી શકાય નહીં
નવી દિલ્હી, તા.4: કોરોનાકાળમાં શાળાઓ એક વર્ષથી બંધ છે અને શિક્ષણકાર્ય ઓનલાઈન થઈ ગયું છે. જેને પગલે શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી મોંઘીદાટ ફી સામે વાલીઓનો પ્રચંડ રોષ ઉઠેલો. સામે પક્ષે શાળાઓ પણ શિક્ષકોનાં વેતન સહિતની દલીલો આપીને ફી ઘટાડવામાં આનાકાની કરતી આવેલી. આખરે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને હવે સર્વોચ્ચ અદાલતે સાફ શબ્દોમાં સુણાવી દીધું છે કે, આ સમયમાં શાળાઓ પૂરી ફી વસૂલી શકે નહીં. કમસેકમ 1પ ટકા જેટલો ફી ઘટાડો આપવો પડશે.
સુપ્રીમ કોર્ટે આજે રાજસ્થાનની 36 હજાર ગ્રાન્ટ વગર ચાલતી ખાનગી શાળાઓને આદેશ આપ્યો છે કે, તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 15% ઓછી ફી વસૂલ કરે. આ નિર્ણયમાં સ્પષ્ટ કરાયું છે કે, ફી ચૂકવી ન શકવાની સ્થિતિમાં કોઈપણ વિદ્યાર્થીને વર્ચ્યુઅલ કે સ્થિતિ સામાન્ય થવા પર ક્લાસમાં સામેલ થતા રોકી શકાય નહીં કે પછી તેનું પરીક્ષા પરિણામ પણ રોકવું જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. જેમાં રાજસ્થાન વિદ્યાલય (શુલ્ક નિયમન) કાનૂન 2016 અને શાળાઓમાં ફી નક્કી કરવા સંબંધિત કાયદા હેઠળ બનાવવામાં આવેલા નિયમની વેલિડિટીને અપાયેલા પડકારને ફગાવવામાં આવ્યો હતો. જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જાસ્ટિસ દિનેશ માહેશ્વરીની બેચે 128 પાનાના પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ દ્વારા ફીની ચૂકવણી 6 સરખા હપ્તામાં કરાશે. અદાલતે આ સાથે એ પણ સ્પષ્ટતા આપી હતી કે વર્ષ 2019-20 માટે શાળાઓ નિયમાનુસાર ફી લઈ શકે છે. પરંતુ 2020-21 માટે ઘટાડો કરવો જ પડશે અને શાળાઓ ઈચ્છે તો 1પ ટકાથી વધુ રાહત પણ આપી શકે છે.
બેન્ચે કહ્યું હતું કે, એ વાતનો ઈન્કાર કરી ન શકાય કે મહામારીના કારણે લાગુ પૂર્ણ લોકડાઉનના કારણે અભૂતપૂર્વ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જેની લોકો, ઉદ્યોગ જગત અને સમગ્ર દેશ પર ગંભીર અસર પડી છે.
�������������������������� પણ હવે જરૂરી છે કે ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં આવે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer