રાજકોટના કર્મકાંડીએ પુત્ર-પુત્રીને કોરોનાની દવા નામે ઝેર પાઈ આપઘાતનો કર્યો પ્રયાસ

(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.3: રાજકોટના કર્મકાંડી યુવાને મકાન વેંચાણ મુદ્દે ખોટી ફરિયાદ થતા બે સંતાનને કોરોનાની દવા છે એમ કહી ઝેર પીવડાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાન પુત્રનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે દીકરી-પિતા સારવારમાં છે. પત્નીએ ઝેરી દવા ન પીતા એ બચી ગઈ હતી. કર્મકાંડી યુવાને સુસાઇડ નોટમાં વકીલ અને અન્ય એકને જવાબદાર ગણાવ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, મૂળ પોરબંદરના વતની અને હાલમાં ઘણાસમયથી નાનામવા રોડ પરના અજમેરા શાત્રનીગર સામે આવેલા શિવમપાર્ક-રમાં રહેતા અને કર્મકાંડનું કામ કરી ગુજરાન ચલાવતા કમલેશભાઈ રામકૃષ્ણભાઈ લાબડિયા (ઉં.40) નામના વિપ્ર યુવાને રાત્રીના પુત્ર અંકીત (ઉં.ર1) અને પુત્રી કૃપાલી (ઉં.રર)ને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પી લેતા ત્રણેયને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન અંકિત કમલેશભાઈ લાબડિયા (ઉં.ર1)નું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી.ધોળા તથા સ્ટાફ દોડી ગયા હતા અને હાથ ધરેલી તપાસમાં કમલેશભાઈ લાબડિયાએ પત્ની જયશ્રીબેન અને પુત્ર અંકીત અને પુત્રી કૃપાલીને પાણીની નાની બોટલોમાં ભરેલી દવા આપી હતી અને આ કોરોનાની દવા છે, તેમ કહી દવા આપી હતી. બાદમાં કમલેશભાઈએ પીધી હતી અને ત્યારબાદ પુત્ર - પુત્રીએ દવા પી લેતા ઉલટીઓ થતા પત્ની જયશ્રીબેનને શંકા જતા દવા પીધી નહોતી અને તાકીદે જયશ્રીબેને પતિ અને બન્ને સંતાનોને હોસ્પિટલમાં ખસેડયા હતા.
પોલીસે કમલેશભાઈએ લખેલી સુસાઇડ નોટ કબજે કરી હતી. જેમાં કમલેશભાઈએ લખ્યું હતું કે સૌને જય શ્રીકૃષ્ણ મારે મરવાનું કારણ વકીલ આર. ડી. વોરા અને દિલિપ કોરાટ છે. જેણે મારું મકાન રૂ.1.ર0 કરોડમાં સોદો કર્યા બાદ રૂ.ર0 લાખ આપ્યા હતા અને એક કરોડ બાકી છે અને રૂ. 6પ લાખનો ખોટો આરોપ મૂક્યો છે. મારી પાસે અત્યારે રૂ.પ હજાર પણ નથી. કાર-મકાનના ચાર હપ્તા ચડી ગયા છે. રૂ. ર.1ર કરોડની રકમ દિનેશ અને ભાવિન લઈને જતા રહ્યા છે. છેલ્લે રૂ.1ર લાખની જરૂર પડતા નરેન્દ્ર પુજારાને મેં સાટાખત કરી આપ્યું હતું અને વકીલ આર.ડી.વોરાએ પોલીસમાં ખોટી ફરિયાદ કરી હતી. વકીલ આર. ડી. વોરા અને તેના સગા દિલિપ કોરાટ દ્વારા છેતરપિંડી કરવામાં આવતાં આ પગલું ભરી લીધાનું ખૂલ્યું હતું.
સામૂહિક આપઘાતનો પ્રયાસ કરનાર કમલેશભાઈ ર0 વર્ષથી પોરબંદરથી રાજકોટ પરિવાર સાથે સ્થાયી થયા હતા. કમલેશભાઈ ચારભાઈ અને ચાર બહેનમાં સૌથી નાના છે. જો કે કમલેશભાઈ અને પુત્રી કૃપાલી બેભાન હોય પોલીસ નિવેદન નોંધી શકી નહોતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પુત્ર - પુત્રીના લગ્ન કરવા હોય મકાન વેચ્યું’તું
શિવમપાર્કમાં રહેતા કમલેશભાઈએ તેના પુત્ર અંકીત અને પુત્રી કૃપાલીના લગ્ન કરવાના હોય દિલિપ કોરાટને રૂ.1.ર0 કરોડમાં મકાન વેચ્યું હતું અને રૂ.ર0 લાખની રકમ લીધી હતી અને એક કરોડ લેવાના બાકી હતા અને આ રકમ આપી દીધાનું જણાવી કમલેશભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
 
ક્રાઈમ બ્રાંચે 65 લાખના વિવાદ મામલે ડાયરી કબજે કરી’તી
કમલેશભાઈ લાબડીયાએ મકાનનો સોદો કર્યા બાદ રૂ.ર0 લાખની રકમ દિલીપ કોરાટે આપી હતી અને એક કરોડ બાકી હતા. બાદમાં 6પ લાખની રકમ વકીલ આર.ડી.વોરાએ કમલેશભાઈને આપ્યાના મામલે વિવાદ સર્જાયો હતો અને 
દિલીપ કોરાટની પત્નીના નામે ત્રણ માસ પહેલા ફરીયાદ કરવામાં આવતા ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. પીઆઈ. વી.કે.ગઢવીના માર્ગદશન હેઠળ પોસઈ.રબારી તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને વકીલ વોરા તથા કમલેશભાઈ વચ્ચે રૂ.6પ લાખના મામલે થયેલા વિવાદમાં એક ડાયરીમાં નોંધ કરવામાં આવી હતી. તે ડાયરીના ચારેક પાના ફાડી નાખવામાં આવ્યા હોય ક્રાઈમ બ્રાંચે આ ડાયરી કબજે કરી એફએસએલમાં તપાસમાં મોકલી હતી.
��. હાલ 6 થી 7 હજાર વચ્ચે ક્ધટેનમેન્ટ ઝોન છે. ગઇકાલે રવિવારે પણ કેસમાં ઘટાડો નોંધાયો હતો. હવે શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણોવાળા નાગરિકોની સંખ્યા બુથ પર ઘટી છે. કોર્પો.ના તમામ 10 બુથ એકટીવ છે. પરંતુ નાગરિકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગત મહિને કીટની પણ દોડાદોડી થતી હતી. પરંતુ હાલ રાજકોટ માટે ચાલુ સપ્તાહ માટે પુરતો જથ્થો આવી ગયો છે. 104 પર અગાઉ કોલની સંખ્યા 1600 સુધી પહોંચી હતી જે હવે 4પ0ની સરેરાશમાં રહી છે. હોમ આઇસોલેશનમાં દર્દીઓ પણ ઘટી ગયા છે. સંજીવની રથ દ્વારા સંપર્ક કરાતા દર્દી પરિવારોની સંખ્યા ઘટી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer