બે વાહનચાલકોને લૂંટનાર ચાર શખસ ઝડપાયા

સુરેન્દ્રનગરમાં જેલ સહાયક  પર છ શખસનો હુમલો
 
વઢવાણ, તા.3 : મુળીના સિધ્ધસર ગામ પાસે થાનના આઈસરચાલક રણમલ ગોકળભાઈ અલગોતર અને ડમ્પર ચાલક સુદામડાના કાળુભા સામત કલોત્રાને અટકાવી અજાણ્યા શખસોએ વાહનોમાં તોડફોડ કરી રૂ.પ700 ની લૂંટ ચલાવી નાસી છુટયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. દરમિયાન પોલીસે સાયલાના ધોળીધાર વિસ્તારમાં રહેતા દલસુખ ભવાન, સંજય જીવણ સહિત ચાર શખસોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
હુમલો: સુરેન્દ્રનગરમાં સબ જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ દીલીપસિંહ સોલંકી જેલમાં ફરજ પર હતા ત્યારે કેદીઓ ઝઘડો કરતા હતા. આથી ઝઘડો નહી કરવાની તાકીદ કરતા કેદીઓ ઉશ્કેરાયા હતા અને ફારુક અલ્લારખા, પ્રવિણ બળદેવ, ડાયાલાલ પ્રેમજી, મહેશ ધનજી સોલંકી, શકીલ, હિતેશ ભરત કોરડીયાએ ઝઘડો
કરી જેલસહાયક હરપાલસિંહ સોલંકીને ઢીકાપાટુનો માર મારી ખુરસીથી હુમલો  કર્યો હતો. આ અંગે પોલીસે છએ કેદીઓ  સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  હતી.
જુગાર: હરીપર ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને સંજય રુગનાથ ઠાકર, મોતી કાના સોરીયા, સુરેશ વિઠલ, મહાવીરસિંહ રાજભા પરમાર, ભાવેશ હસમુખ ઠાકોર સહિત છ  શખસોને ઝડપી લીધા હતા અને રૂ.1.30 લાખની રોકડ, મોબાઈલ-બે બાઈક સહિત રૂ.1.પર લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer