જામનગરમાં ટયુશન કલાસ સંચાલકના મકાનમાંથી ક્રિકેટનો ડબ્બો પકડાયો

જામનગર, તા.3 (ફૂલછાબ ન્યુઝ) નાગર ચકલા વિસ્તારમાં રહેતા અને ટયુશન કલાસ ચલાવતા તુષાર ઉર્ફે રાહુ હરિહર પંડયા પોતાના મકાનમાં ટયુશન કલાસના બદલે ક્રિકેટનો ડબ્બો ચલાવે છે તેવી બાતમી પોલીસને મળી હતી.જેથી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે દરોડો પાડયો હતો. ટયુશન કલાસ સંચાલક અને અન્ય બે શખસો મોબાઈલ ફોન મારફત આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહેલા રંગે હાથ પકડાઈ ગયા હતા.
પોલીસે તુષાર ઉર્ફે રાજુ પંડયા અને અનિલ અર્જુનભાઈ દુલાણી તથા સુરેશ ઉર્ફે એસ.એસ.રીઝુમલ કુકડીયાની અટકાયત કરી 36 હજાર  રોકડા, ચાર નંગ મોબાઈલ, સાહિત્ય વગેરે મળી રૂપિયા 61 હજારની માલમત્તા કબજે કરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન તેઓ સાથે અમદાવાદ અને મુંબઈના બુકી તથા અન્ય પન્ટરો વગેરે 16ના નામો ખુલ્યા હતા.જેથી પોલીસે તમામને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.જેમાં મુંબઈના મુલુંડ વિસ્તારમાં રહેતા વિશાલભાઈ, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા સૂર્યાભાઈ અને શૈલેષ ઠાકર, વડોદરાના કે.કે.ભટ્ટ ઉપરાંત જામનગરના ભરત ઉર્ફે ભજી, હિરેનભાઈ ગંઢા, રાજેશ ભાનુશાલી, મહેશ (પી.આર.એસ.), અમિતભાઈ, વિપુલભાઈ અને કનુ મજીઠીયા વગેરે સહિત 16ને ફરારી જાહેર કરાયા છે અને તમામની શોધખોળ હાથ ધરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer