રાહતના સમાચાર : રાજકોટ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં 150થી વધુ બેડ ખાલી

રાહતના સમાચાર : રાજકોટ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં 150થી વધુ બેડ ખાલી
ત્રણ દી’થી કેસમાં થતો ઘટાડો અને ડિસ્ચાર્જમાં વધારો : ચૌધરી હાઈસ્કૂલ ખાતે વેઈટિંગ ઓછું : કેસ ઘટયાં હોવાનો મ્યુનિ. કમિશનરનો પણ દાવો
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.3 : મહામારીની બીજી લહેર એપ્રીલમાં વધુ ઘાતક સાબીત થઈ હતી. આ સમયમાં મેડીકલ ઈમરજન્સી જેવી સ્થિતિના કારણે બેડ, વેન્ટીલેટર, ઓક્સિજન સહિતના મેડીકલ સંસાધનોની અછતના કારણે અનેક કોરોનાગ્રસ્ત દરદીઓના મૃત્યુ થયા હતા. જો કે, મે મહિનાની શરૂઆતથી કેસમાં ઘટાડો થતા રાહત અનુભવાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કેસમાં થઈ રહેલા ઉત્તરોતર ઘટાડો અને ડિસ્ચાર્જમાં વધારાને કારણે જિલ્લામાં સરકારી અને ડેઝીગ્નેટેડ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કુલ 3769 બેડમાંથી અત્યારે 3600 જેટલા બેડ ભરેલા છે અને 150થી વધુ બેડ ખાલી હોવાનું વહીવટી તંત્રએ જાહેર કર્ય હતુ. બીજી તરફ એક મહિનાથી જ્યાં ભયાવહ દ્રશ્યો જોવા મળતા હતા તે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પણ વેઈટીંગમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં કેસ ઘટયા હોવાનો દાવો મ્યુનિ.કમિશનર પણ કરી રહ્યા છે.
કો2ાઁનાની સા2વા2 માટે છેલ્લા 33 દિવસથી લોકો પા2ાવાર હાલાકીનો સામનો ક2ાu 2હ્યાં છે. કોરોના ટેસ્ટીંગથી લઈને હોસ્પિટલના બેડ અને ઓક્સિજનની વ્યવસ્થામાં લાંબી લાઈનો લાગી હતી. આવી વિકટ પરિસ્થિતિના કારણે કેટલાક દર્દીઓ પહોંચી ન શકતાં અનેક મૃત્યુ પામતા હતા. કો2ાઁના કપ2ા કાળના આ  દિવસોમાં પહેલાથી જ ખાનગી હોસ્પિટલો સેફ બની હાઉસફુલના પાટીયા લગાવી દેતાં તમામ દર્દીઓનો ધસા2ાઁ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી 2હ્યો હતો. જેનાથી ચૌધ2ાu હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દર્દીઓ સાથેની 108 અને ખાનગી વાહનોની લાંબી લાઈનના ર્હદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો જોવા મળતા હતા. પરંતુ અત્યારે અહીં આવતી એમ્બ્યુલન્સમાં દરદીને તાત્કાલીક તબીબી સારવાર મળી રહે છે.
મે મહિનો શુકનિયાળ સાબિત થતો હોય તેમ બે દિવસથી સ્થિતિમાં આંશિક સુધા2ાઁ જણાતાં આ લાઈનો પણ ઘટી રહી છે અને ક્યારેક તો એકેય એમ્બ્યુલન્સ ન હોવાનું સામે આવ્યું છે. જિલ્લા વહીવટી તત્રં દ્વારા 2ાજકોટ શહે2 અને જિલ્લાની  સ2કા2ાu હોસ્પિટલમાં બેડની સ્થિતિ શું છે તેની વિગત જાહે2 ક2વામાં આવી 2હી છે. જેમાં આજે સાંજના ચા2 વાગ્યા સુધીમાં તંત્રએ જાહે2 ક2ઁલા આંકડાઓમાં પીડીયુ સિવિલ હોસ્પિટલમાં પ6, સમ2સ હોસ્ટેલમાં 65, ગોંડલ હોસ્પિટલમાં 2, કેન્સ2 હોસ્પિટલના કોવીડ કે2 સેન્ટ2માં 33, અને ધો2ાજીમાં 11 જ્યારે શહે2 અને જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં 14 મળીને જિલ્લામાં કુલ 181 બેડ ખાલી હોવાનું જાહે2 કરાયું હતુ.
શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં વધારો થયો હોવાનો દાવો મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે કર્યો છે. કમિશનરે જણાવ્યું છે કે, એપ્રિલ માસની તુલનાએ મે મહિનો હવે રાહતભર્યો રહેશે તેમણે ઉમેર્યુ હતું કે,  છેલ્લા દિવસોના આંકડાની સરેરાશ પરથી સંક્રમણમાં થોડો ઘટાડો દેખાઇ રહ્યો છે. ગત અઠવાડિયા સુધી રોજ પાંચ આંકડામાં ટેસ્ટીંગ કરાયા છે. એપ્રિલમાં નાગરિકોએ ખુબ જ જાગૃતિથી ટેસ્ટીંગ કરાવતા નિદાન થયા છે. તેના આધારે કોન્ટ્રેકટ ટ્રેસીંગથી માંડી ક્ન્ટેનમેન્ટ ઝોનની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ 6 થી 7 હજાર વચ્ચે ક્ધટેનમેન્ટ ઝોન છે. ગઇકાલે રવિવારે પણ કેસમાં ઘટાડો નોંધાયો હતો. હવે શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણોવાળા નાગરિકોની સંખ્યા બુથ પર ઘટી છે. કોર્પો.ના તમામ 10 બુથ એકટીવ છે. પરંતુ નાગરિકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગત મહિને કીટની પણ દોડાદોડી થતી હતી. પરંતુ હાલ રાજકોટ માટે ચાલુ સપ્તાહ માટે પુરતો જથ્થો આવી ગયો છે. 104 પર અગાઉ કોલની સંખ્યા 1600 સુધી પહોંચી હતી જે હવે 4પ0ની સરેરાશમાં રહી છે. હોમ આઇસોલેશનમાં દર્દીઓ પણ ઘટી ગયા છે. સંજીવની રથ દ્વારા સંપર્ક કરાતા દર્દી પરિવારોની સંખ્યા ઘટી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer