રાજકોટમાં 524 કેસ સામે 647 સાજા થયા

રાજકોટમાં 524 કેસ સામે 647 સાજા થયા
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,અમદાવાદ,તા.3 : ગુજરાતમાં આજે સતત ત્રીજા દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાવા પામ્યો છે અને બીજા દિવસે 13000થી ઓછા કેસ નોંધાયા હતા. ગઈકાલ કરતા આજે 158 કેસના ઘટાડા સાથે 12820 કેસ નોંધાવા પામ્યા હતા. જેથી ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 6 લાખને પાર અર્થાત 6,07,422 કેસ થયા છે. બીજી બાજુ આજે સરકારી આંકડા પ્રમાણે કોરોનાથી થયેલા દર્દીના મૃત્યુ આંકમાં પણ ઘટાડો થવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 140 કોરોના દર્દીના મૃત્યુ થતા કોરોનાથી થયેલા મૃત્યુનો કુલ આંક 7648 પર પહોંચ્યો છે. મહત્ત્વની વાત એ છે કે આજે ગુજરામાં 11999 દર્દીઓએ કોરોનાને મહાત આપતા કોરોનામાંથી કુલ ડીસ્ચાર્જ દર્દીઓ 4,52,275 થવા પામ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 1,57,499 છે, જેમાં 747 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસમાં સૌરાષ્ટ્રના 2595 કેસ છે. તેમાંય જામનગરમાં સૌથી વધુ 712 કેસ અને 73 મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે રાજકોટમાં સતત થઈ રહેલો ઘટાડો યથાવત્ત રહેતા ગઈકાલ કરતા 4 કેસ ઓછા અર્થાત 524 કેસ નોંધાયા હતા તો 647 દર્દી કોરાનામુક્ત થયા હતા અને 72 દરદીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું હતુ. તેમજ મોરબીમાં પણ આજે 17 મૃતદેહના કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર થયા હતા. જો કે, આ મૃત્યુના કારણનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.
વતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા 12820 કોરોનાના નવા કેસમા અમદાવાદમં 4671, સુરતમાં 1656, વડોદરામાં 936, જામનગરમાં 712, રાજકોટમાં 524, ભાવનગરમાં 571, ગાધીનગરમાં 317, જૂનાગઢમાં 280, મહેસાણામાં 493, બનાસકાંઠામાં 199, કચ્છમાં 187, મહાસાગરમાં 169, નવસારીમાં 160, દાહોદ અને ખેડામાં 159, સાબરકાંઠામાં 141,પાટણમાં 131. આણંદમાં 127, વલસાડમાં 125, ગીરસોમનાથમાં 120, મોરબીમાં 110, અરવલ્લીમાં 109, પંચમહાલમાં 108, નર્મદામાં 103, ભરૂચમાં 101, અમરેલી અને છોટા ઉદેપુરમાં 99-99, સુરેન્દ્રનગરમાં 71, દેવભૂમિ દ્વારકામાં 50, તાપીમાં 49, પોરબંદરમાં 44, ડાંગમાં 26 અને બોટાદમાં 14 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 25 જિલ્લામાં 100 કરતા વધુ કેસ નોંધાયા છે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલના મતવિસ્તાર મહેસાણા જિલ્લામાં સતત 11માં દિવસે પણ સૌથી વધુ કેસ નોંધાવા પામ્યા છે.
આજે અમદાવાદમાં 26, સુરતમાં 13, વડોદરામાં 14, રાજકોટમાં 16, જામનગરમાં 14, ભાવનગરમાં 12, જૂનાગઢમાં 9, ગાંધીનગરમાં 2, મહેસાણમાં 3, કચ્છમાં 3, સાબરકાંઠામાં 4, પાટણમાં 3, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 4-4-, દેવભૂમિક દ્વારકામાં 3, બનાસકાંઠામાં 3, મહીસાગર, ખેડા, વલસાડ, ભરૂચ, છોટાઉદેપુર, તાપી, પોરબંદર અને પોટાદમાં 1-1 કોવિડ ડેથ જાહેર કરાયા હતા.
ભાવનગરના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કોરોનાગ્રસ્ત
ભાવનગર : ભાવનગરમાં હવે કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે રાજકીય આગેવાનો પણ કોરોના સંક્રમીત થઇ રહ્યા છે. ભાવનગરનાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડયા અને ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા સહિત ભાજપના અનેક કાર્યકરો કોરોના સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer