આખું વર્ષ કોરોના સામે લડવું પડશે

આખું વર્ષ કોરોના સામે લડવું પડશે
જર્મન સંસ્થાનો તાજો અભ્યાસ : મહામારી અનેકવાર ચરમ પર પહોંચ્યા બાદ અસર ઓછી થશે
લંડન, તા. 3 : અત્યારે વિશ્વભરમાં એક જ સવાલ છે કે, કોરોનાના મહાસંકટમાંથી માનવતાને મુકિત કયારે મળશે? એક તાજા અભ્યાસમાં જણાવાયું છે કે, કાળમુખાના કહેર સામે દુનિયાએ હજુ આખુ વર્ષ લડવું પડશે.
મહામારી આખાં વર્ષ દરમ્યાન અનેકવાર ચરમસીમાએ પહોંચશે અને પછી તેની અસર ઓછી થશે તેવું અભ્યાસ નોંધે છે.  જર્નલ સાયન્ટિફિક રિપોર્ટમાં પ્રકાશિત શોધપત્ર નોંધે છે કે, ગરમીના ગાળામાં સક્રમણ થોડુંક ઘટી શકે છે, પરંતુ ઠંડીના દિવસોમાં દર્દીઓ વધવાની ભીતિ છે. ભૂમધ્ય રેખા પાસેના દેશોમાં કોરોનાના ઓછા કેસ આવશે, જ્યારે ઉત્તર અને દક્ષિણમાં સ્થિત દેશોમાં વધુ દર્દીઓ સામે આવશે.  દુનિયાના 117 દેશોના આંકડાના આધાર પર શોધકર્તાઓએ આ તારણો આપ્યા છે, હેડેલબર્ગ ઈન્સ્ટિટયૂટ ઓફ ગ્લોબલ હેલ્થ જર્મની અને ચાઈનીઝ એકેડમી ઓફ મેડિકલ સાયન્સે અભ્યાસ કર્યો છે. સૂરજના કિરણો કોરોનાને કમજોર કરી શકે છે અથવા નષ્ટ કરી શકે છે, તેવું આ સંસ્થાઓનો અભ્યાસ નોંધે છે. ભૂમધ્ય રેખાની નજીકના દેશોમાં દર 10 લાખની આબાદી પર કોરોના વાયરસના સંક્રમિતો 33 ટકા ઓછા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer