અરવલ્લીમાં સેલટેક્સના 4 ઈન્સ્પેક્ટર 6 લાખની બેનામી રકમ સાથે ઝડપાયા

સીબીએ શામળાજી નજીકથી કરી અટકાયત
(ફૂલછાબ ન્યુઝ)
મોડાસા તા.21 : અરવલ્લી એસીબી પીઆઈ વણઝારા અને તેમની ટીમે શામળાજી હાઈવે પર ટ્રક ચાલકો અને વાહનચાલકો પાસેથી સેલટેક્સ ઈન્સ્પેક્ટરો રૂપિયા ખંખેરતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી અંતે નક્કર પુરાવામળતાની સાથે શામળાજી સેલટેક્સ પોઈન્ટ પર ફરજ બજાવતા 4 સેલટેક્સ ઈન્સ્પેક્ટર પર ત્રાટકી તલાશી લેતા તેમની પાસે રહેલી ખાનગી કારમાંથી 6 લાખથી વધુ રોકડ મળી આવતા તેમની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શામળાજી સેલટેક્સ ચેક પોઈન્ટ પર વાડ જ ચીભડા ગળતી હોય તેવો ઘાટ સર્જાયો હતો. શામળાજી પોઈન્ટ પર ફરજ બજાવતા ત્રિવેદી, લાંબા, જાદવ અને પ્રજાપતિ નામના અધિકારીઓને અરવલ્લી એસીબીએ ખાનગી કારમાંથી 6 લાખ રોકડ રકમ સાથે દબોચી લેતા સેલટેક્સ ઓફિસરોમાં ફફડાટ મચી ગયો હતો.
સેલટેક્સના અધિકારીઓ કે જેમન માથે સેલટેક્સ ચોરી અટકાવવાની જવાબદારી છે તેવા ભ્રષ્ટાચારી ઈન્સ્પેક્ટરો લાખોની રોકડ અરવલ્લી એસબીના સકંજામાં આવ્યાં છે, અરવલ્લી હાઈવે પર ટ્રકચાલકો પાસેથી આ ચાર ઈન્સ્પેક્ટરો ક્યાંથી તોડપાણી કરતા હતાં તે તપાસનો વિષય બન્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer