સુરતના બે વેપારીઓ સાથે સુલેમાની પથ્થરના બહાને રૂ.31 લાખની ઠગાઈ કરનાર વીજપડીના બે ગઠીયા ઝડપાયા રૂ.1.63 લાખની રોકડ, અમેરીકન ચલણ અને એન્ટીક વસ્તુ કબજે

સુરતના બે વેપારીઓ સાથે  સુલેમાની પથ્થરના બહાને રૂ.31 લાખની ઠગાઈ કરનાર વીજપડીના બે ગઠીયા ઝડપાયા રૂ.1.63 લાખની રોકડ, અમેરીકન ચલણ અને એન્ટીક વસ્તુ કબજે
અમરેલી/રાજુલા, તા.16 : સુરતના બે વેપારીઓને એન્ટીક ચીજવસ્તુઓ અને સુલેમાની પથ્થર અપાવી દેવાના બહાને રૂ.31 લાખની ઠગાઈ કરનાર વીજપડીના બે ગઠીયા વિરુધ્ધપોલીસે ગુનો નોંધ્યો હતો અને બંને શખસોને ઝડપી લઈ રોકડ-અમેરીકન ચલણ સહીતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ  અંગેની વિગત એવી છે કે, સુરતમાં ટેકસટાઈલના ધંધા સાથે સંકળાયેલા વિઠલ ઉર્ફે વિજય બાબાભાઈ લખાતી અને તેના ભાગીદાર મહેશ જયંતીભાઈ સાવલીયાને એન્ટીક વસ્તુ મેળવવા અમરેલના મિત્ર ટીકુભાઈ દ્વારા સાવરકુંડલાના વીજપડી ગામના  દીલાવર નનુ ચૌહાણ અને સોહમ ઉર્ફે ધબડક નામના શખસો સાથે મોબાઈલ પર સંપર્ક કરાવવામાં આવ્યો હતો.
બાદમાં વીજપડીના બંને શખસોએ બંને ભાગીદારોને સુલેમાની પથ્થર અને અન્ય એન્ટીક ચીજવસ્તુ હોવાનું જણાવ્યું હતું અને સુલેમાની પથ્થર  હાથમાં રાખવાથી કોઈપણ ધારદાર વસ્તુથી શરીરને ઈજા થતી નથી તેમજ એક ચશ્મા કે જે દીવાલની આરપાઈજોઈ શકાય છે. આથી બંને વેપારીઓ વિશ્વાસમાં આવ્યા હતા અને બંને ગઠીયાએ વેપારી પાસેથી રૂ.31 લાખની રકમ પડાવી લીધી હતી. બાદમાં ફરાર થઈ ગયા હતા. અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બંને શખસો સામે ગુનો નોંધ્ યો હતો અને વીજપડીના દીલાવર નનુ ચૌહાણ અને સોહમ ઉર્ફે ધબડક હુશેન કલાણીયાને ઝડપી લઈ રૂ.1.63 લાખની રોકડ, ડોલર 1 ના દરની 130 નોટ, સુલેમાની પથ્થર અને અન્ય એન્ટીક ચીજવસ્તુઓ કબજે કરી હતી. પોલીસે બંને ગઠીયાને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer