આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડિ,વિલિયર્સની વાપસીના સંકેત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડિ,વિલિયર્સની વાપસીના સંકેત
લ બાઉચરે કહ્યું ઈંઙક બાદ ડિ,વિલિયર્સ સાથે કરશે વાતચીત
નવી દિલ્હી, તા. 16 : દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે. દક્ષિણ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે ચાલુ વર્ષે થનારા વિશ્વકપ માટે એબીની વાપસીનો સંકેત આપ્યો છે. સાથે જ બાઉચરે આઇપીએલ પહેલા ડિવિલિયર્સ સાથે થયેલી વાતચીતનો પણ ખુલાસો કર્યો છે.
ગયા વર્ષે પણ એબીની વાપસીની ખબર સામે આવી હતી. જો કે કોરોનાનાં કારણે ગયા વર્ષે ટી20 વિશ્વકપ ટાળવો પડયો હતો. જેના કારણે વાપસીની વાતો ઉપર થોડા સમય માટે પૂર્ણવિરામ લાગી ગયું હતું. એબી વર્તમાન સમયમાં આઇપીએલમાં આરસીબીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. બાઉચરે કહ્યું હતું કે આઇપીએલ માટે રવાના થતા પહેલા એબી સાથે વાતચીત કરી હતી. તે પોતાને સાબિત કરવા માટે આઇપીએલમાં સારું પ્રદર્શન કરવા માગે છે. એબી હજી પણ ક્રિકેટ જગતમાં મહત્ત્વનો ખેલાડી છે અને તે હાવી થઈ શકે છે. આ મામલે આઇપીએલની સમાપ્તી બાદ ફરીથી વાતચીત કરવામાં આવશે.

37 વર્ષીય એબી ડિવિલિયર્સે આઇપીએલ 2021નો આગાઝ કર્યો હતો. જેમાં શાનદાર 48 રન કર્યા હતા. જો કે હૈદરાબાદ સામે માત્ર એક જ રન બનાવી શક્યો હતો. ડિવિલિયિર્સે 2018મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer