ઇંગ્લેન્ડને ઝટકો : સ્ટોક્સ 12 અઠવાડિયા ક્રિકેટથી દૂર રહેશે

ઇંગ્લેન્ડને ઝટકો : સ્ટોક્સ 12 અઠવાડિયા ક્રિકેટથી દૂર રહેશે
મુંબઈ, તા. 16: આઇપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા પહેલા મેચમાં ઈજાગ્રસ્ત થયેલો બેન સ્ટોક્સ 12 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે. સ્ટોક્સને હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું છે અને તેની સર્જરી થવાની છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટે આ જાણકારી જારી કરી હતી. સ્ટોક્સનું પ્રદર્શન છેલ્લા અમુક વર્ષમાં ઇંગ્લેન્ડની તરફથી શાનદાર રહ્યું છે અને સતત બીજા વર્ષે વિઝડન ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટે કહ્યું હતું કે બેન સ્ટોક્સ 12 અઠવાડિયા ક્રિકેટથી દૂર રહેશે અને લીડ્સમાં તેની સર્જરી થશે. બેન સ્ટોક્સ 17 એપ્રિલે ભારતથી ઇંગ્લેન્ડ માટે રવાના થઈ જશે.

હવામાન વિભાગ અનુસાર આ વર્ધો પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓરિસ્સા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પુર્વ યુપી અને આસામમાં ચોમાસું સામાન્ય રહેશે. સ્કાઈમેટના પૂર્વાનુમાન મુજબ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 103 ટકા વરસાદનું અનુમાન છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer