મોંઘી પડતી રસીની ખરીદીમાં મંથર ગતિ

મોંઘી પડતી રસીની ખરીદીમાં મંથર ગતિ
નવીદિલ્હી, તા.16: ભારતમાં કોરોનારૂપે યમરાજ ત્રાટક્યા હોય તેવી હાલત છે ત્યારે દેશમાં રસીકરણ તીવ્રતા સાથે વધારવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ભારત સરકાર તરફથી ટીકા ઉત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે પણ વાસ્તવિકતા એ છે કે હવે આપણે ત્યાં રસીની પણ ઘટ પડવા લાગી છે. દુનિયામાં ઘણા એવા દેશો છે જેમણે પોતાની કુલ આબાદીના મોટાભાગનું રસીકરણ તો કરી લીધું છે સાથોસાથ રસીનો સંગ્રહ પણ મોટાપાયે કરી લીધો છે. તેનાથી વિપરિત ભારતમાં હજી સુધી કુલ વસ્તી માટે બે - બે ડોઝની વ્યવસ્થા પણ થઈ શકી નથી.
ભારત કુલ 1.11 અબજ ડોઝ રસી ખરીદવાનું છે પણ હજી સુધી તેમાંથી માત્ર 20.પપ કરોડ ડોઝની જ ખરીદી થઈ શકી છે. દુનિયામાં ભારતથી વધુ એકમાત્ર અમેરિકા જ એવો દેશ છે જેણે 2.પ1 અબજ ડોઝ ખરીદવાની તૈયારી કરેલી છે. અત્યાર સુધીમાં તે 1.21 અબજ ડોઝ તો ખરીદી પણ ચૂક્યું છે.
14 એપ્રિલ સુધીનાં આંકડાઓ જણાવે છે કે ભારતે અત્યાર સુધીમાં કુલ વસ્તીનાં પ્રમાણમાં પ્રતિ વ્યક્તિ ફક્ત 0.2 જેટલા ડોઝ ખરીદ્યા છે. તેની સામે કેનેડાએ પોતાના પ્રત્યેક નાગરિક માટે 8.7 ડોઝ રસીનો ભંડાર કરી લીધો છે. ત્યારબાદ બ્રિટને પ્રતિ વ્યક્તિ 7.3 ડોઝ, ન્યૂઝિલેન્ડે 6.6 ડોઝ, ચીલીએ પાંચ ડોઝ, ઓસ્ટ્રેલિયાએ 4.9 ડોઝ, યુરોપિયન દેશોએ 4.6 ડોઝ, અમેરિકાએ 4 ડોઝ, ઈઝરાયલે 3.1 ડોઝ, સ્વિત્ઝર્લેન્ડે 2.8 ડોઝ, દક્ષિણ કોરિયાએ 2.6 ડોઝનો સંગ્રહ કરી લીધો છે. તેની સામે ભારતમાં બબ્બે રસીનું ઉત્પાદન થઈ રહ્યું હોવા છતાં પ્રતિ વ્યક્તિ એક ડોઝની વ્યવસ્થા પણ સરકાર હજી સુધી કરી શકી નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer