ગુજરાતમાં કોરોના કેસની નવી ઊંચાઇ 8920 કેસ, 94 મૃત્યુ: એક્ટિવ કેસ 50 હજારની નજીક

ગુજરાતમાં કોરોના કેસની નવી ઊંચાઇ 8920 કેસ, 94 મૃત્યુ: એક્ટિવ કેસ 50 હજારની નજીક
અમદાવાદ, તા.16 : ભારત સહિત ગુજરાતમાં કોરોના મહામારીને સેકન્ડ વેવ હાહાકાર મચાવી રહ્યો છે. એક બાજુ હોસ્પિટલોમા સારવાર માટે બેડ ઉપલબ્ધ નથી તો બીજી બાજુ ઓક્સીજન અને દવાઓની પણ અમુક સમયે અછત વર્તાઇ રહી છે. તો સામે હોસ્પિટલથી માંડીને સ્મશાન અને કબ્રસ્તાન સુધી હાહાકાર પ્રવર્તી રહ્યો છે. દરમિયાનમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 8920 કોરોનાના નવા કેસ નોંધાયા છે અર્થાત દર કલાકે 372 અને દર મિનીટ 6.2 કોરોનાના કેસ નોંધાય છે. બીજી તરફ આજે કોરોનાથી 94 દર્દીના મૃત્યુ નોંધાયા છે. અર્થાત દર 15 મિનીટે ગુજરાતમાં કોરોનાથી એક દરદીનું મૃત્યુ થાય છે તેમ કહી શકાય. ગુજરાતમા સૌપ્રથમ વખત એક્ટિવ કેસની સંખ્યા 50 હજાર નજીક એટલે કે હાલમાં 49,737 છે. જેમાં 283 દર્દીઓની હાલત નાજુક છે. વળી રાજ્યમાં કોરોનામાંથી સાજા થનારાઓનો દર વધુ ઘટીને 85.73 ટકા છે.
ગુજરાતમાં આજે નોધાયેલા 8920 નવા કેસોમાં અમદાવાદમાં 2898, સુરતમાં 1920, રાજકોટમાં 759, વડોદરામાં 600, જામનગરમાં 314, ભાવનગરમાં 197, ગાંધીનગર 142, જૂનાગઢમાં 135, મહેસાણામાં 330, ભરૂચમાં 173, પાટણમાં 125, નવસારીમાં 117, બનાસકાંઠામાં 110, અમરેલીમાં 92, દાહોદમાં 91, કચ્છમાં 89, આણંદમાં 81, પંચમહાલમાં 79, તાપીમાં 78, સુરેન્દ્રનગરમાં 69, નર્મદામાં 67, સાબરકાંઠામાં 66, મહીસાગરમાં 62, મોરબીમાં 55, વલસાડમાં 52, ખેડામાં 46, બોટાદમાં 40, ગીર સોમનાથમાં 32, દેવભૂમિ દ્વારકામાં 29, અરવલ્લીમાં 24, છોટાઉદેપુરમાં 22, પોરબંદરમાં 15 અને ડાંગમાં 11 કેસ નોંધાયા છે. 
જ્યારે અમદાવાદમાં 26, સુરતમાં 26, રાજકોટમાં 13, વડોદરામાં 9, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં 2, જામનગરમાં 4, સાબરકાંઠામાં 2, જ્યારે દેવભૂમિદ્વારકા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને વલસાડમાં 1-1 મૃત્યુ નોંધાયા છે. ગુજરાતમાં મૃત્યુ આંક 5170 પર પહોંચ્યો છે

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer