સરકાર કોરોનાના સાચા આંકડા જાહેર કરે : ગુજરાત હાઇકોર્ટ

સરકાર કોરોનાના સાચા આંકડા જાહેર કરે : ગુજરાત હાઇકોર્ટ
હોસ્પિટલમાં બેડની સ્થિતિ વિશે જાણકારી આપતી વેબસાઇટ શરૂ કરવા નિર્દેશ
અમદાવાદ, તા. 16: કોરોનાના વધતા જતા કેસ મુદ્દે હાઇ કોર્ટે રાજ્ય સરકારને હુકમ કર્યો છે. સરકાર સાચા અને પારદર્શી આંકડા જાહેર કરે તેવો  નિર્દેશ આપ્યો છે. લોકોમાં વિશ્વાસ સંપાદિત થાય તે રીતે પારદર્શિતાથી સરકાર આંકડા જાહેર કરે તેવી ટકોર કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇ કોર્ટે રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને સુઓમોટો દાખલ કરી છે. તે અંતર્ગત હાલમાં સુનાવણી કરવામાં આવી રહી છે. 
ગુજરાત હાઇ કોર્ટે વધુમાં આદેશ આપતા જણાવ્યું હતું કે સરકારના જવાબદાર અધિકારી કે નેતા રોજ પ્રજાને કોરોનાની સ્થિતિ વિશે સાચી માહિતી જણાવવી જોઈએ. ઉપરાંત હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધિ બાબતે રીયલ ટાઇમ સાચી માહિતી મળી રહે તેવુ વેબ પોર્ટલ રાજ્ય સરકાર બનાવે અને રાજ્ય સરકારના અંકુશમાં આ પોર્ટલ પર માહિતી ઉપલબ્ધ થાય. ઓક્સિજન અને રેમડેસિવિરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થાય એ માટે પગલાં લેવા કોર્ટનો સરકારને આદેશ આપવામાં આવ્યો છે. 19 એપ્રિલ સુધીમાં આ વ્યવસ્થા સુનિશ્ચિત કરી કોર્ટે સોગંદનામા પર જણાવવા હુકમ કર્યો છે. આ અંગે 20 એપ્રિલે થશે વધુ સુનાવણી થશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજ્યમાં કોરોના વાયરસના આજે વિક્રમી 8,152 નવા કેસ નોંધાયા હતા ત્યારે રોજે રોજ તેમાં વધારો થઈ રહ્યો છે અને પરિસ્થિતિ ગંભીર વળાંક લઇ રહી છે. આ સાથે જ અત્યાર સુધીના સૌથી વધુ (જુઓ પાનું 9)
 
એક્ટિવ કેસ હવે ગુજરાતમાં હોવાનું મનાય છે. ઉપરાંત ગુજરાતમા એક્ટિવ કેસનો આંકડો પણ આશરે 45 હજાર સુધી પહોંચી ગયો છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર માટે કોઈ પણ થાપ ખાવી તે મોટામાં મોટી બેદકારી ગણાશે. બીજી બાજુ ગુજરાત હાઇ કોર્ટે કમાન હાથમાં લીધી છે ત્યારે સરકારને દરરોજ નવા નિર્દેશો જારી કરી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer