સારા વરસાદનો વરતારો

સારા વરસાદનો વરતારો
હવામાન વિભાગનું 98%, સ્કાઈમેટનું 103%નું પૂર્વાનુમાન
નવી દિલ્હી તા.16 : આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની ભારતીય હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી છે. કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાં સારો વરસાદનો આશાવાદ વ્યક્ત કરાયો છે.
આઈએમડી અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે. સારો વરસાદ કૃષિ ઉત્પાદન વધારવામાં ઉપયોગી નિવડશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ.રાજીવને જણાવ્યું કે પ ટકા ઓછો કે વધુના અંતર સાથે લાંબા સમયની સરેરાશ મુજબ 98 ટકા વરસાદ થશે. જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસાની ઋતુનું પૂર્વાનુમાન એક ડીજીટલ કાર્યક્રમમાં પ્રસ્તુત કરાયું હતું.
હવામાન વિભાગ અનુસાર આ વર્ધો પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓરિસ્સા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પુર્વ યુપી અને આસામમાં ચોમાસું સામાન્ય રહેશે. સ્કાઈમેટના પૂર્વાનુમાન મુજબ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 103 ટકા વરસાદનું અનુમાન છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer