સુરતમાં કોરોનાગ્રસ્ત 14 દિવસની બાળકીનું અંતે મોત

બાળકીના જીવ માટે બે દિવસ પૂર્વે પૂર્વ મેયર જગદીશ પટેલે પ્લાઝમા દાન કયું હતું
(ફૂલછાબ ન્યુઝ)
સુરત, તા. 16: સુરત શહેરના વરાછા નજીક આવેલી ડાયમંડ હોસ્પિટલમાં  છેલ્લા 15 દિવસથી સારવાર લઇ રહેલી બાળકીનું મરણ થતા પરિવાર સહિત હોસ્પિટલમાં ગમગીની છવાઇ જવા પામી હતી. બાળકીને બચાવવા માટે હોસ્પિટલના તબીબોએ અથાગ પ્રયત્નો કર્યા પરંતુ આખરે બાળકીનું કરૂણ મોત નિપજયું હતું. 
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત તા. 1 એપ્રિલના રોજ બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મ બાદ રજા આપવામાં આવી હતી. પરંતુ બાળકીની માતાને બાદમાં શરદી, ખાંસી જેવા ચિન્હો આવ્યા હતા. કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઇ  છે. જયાં કોરોનાની સારવાર લઇ રહેલી બાળકીનું નામ પણ પાડવામાં આવ્યુ ન હતું. બાળકીનું નામ યશ્વિની બા નામ પાડવાની પરિવારની ઇચ્છા હતી. આ બાળકીને નવજીવન આપવા માટે સુરતના પૂર્વ મેયર ર્ડા. જગદીશ પટેલે  બે દિવસ પહેલા પ્લાઝમા પણ દાન કર્યુ હતું. આખરે આ માસુમ બાળકી કોરોનાના ખપ્પરમાં હોમાય ગઇ છે. બાળકીનું મુત્યું થતા હોસ્પિટલના સ્ટાફમાં પણ ગમગીની છવાઇ જવા પામી હતી

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer