5.40 કરોડના જમીન કૌભાંડમાં ચોટીલાના પૂર્વ મામલતદાર સહિત 3 સામે ગુનો દાખલ !

(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ તા.14 : સુરેન્દ્રનગર જિલ્લાના મેવાસા (શેખલિયા) ગામની કરોડોની કિંમતની જમીનમાં થયેલા કૌભાંડ બાબતે અંતે એ.સી.બી.એ તત્કાલિન મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ અધિક નિવાસી કલેક્ટર સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલા તાલુકાના મેવાસા ગામની સર્વે નં.136 પૈકીની હૈક્ટર 289-44-30 ચો.મી. તથા શેખલીયા ગામની સર્વે નં.42 પૈકીની હેક્ટર 28-35-84 ચે.મી. મળી કુલ હેક્ટર 317-80-14 ચો.મી. જમીન કે જેની વર્તમાન કિંમત રૂ.5.40 કરોડ આસપાસ થવા જાય છે આ જમીનને તત્કાલિન મામલતદાર પી.આર.જાની (હાલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી- નવસારી), તત્કાલિન પ્રાંત અધિકારી ડી.એચ.ત્રિવેદી (હાલ નિવૃત્ત) તેમજ તત્કાલિન નિવાસી અધિક કલેક્ટર એમ.બી.પટેલ (હાલ નિવૃત્ત)એ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ખાનગી ઠેરવી દઈને કથિત કૌભાંડ આચર્યુ હતું.
ફરિયાદ રમેશભાઈ ભુરાભાઈ અંગારી (સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ-નાયબ કલેક્ટર-ચોટીલા)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત ત્રણેય અધિકારીઓએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી અન્ય લાભ મેળવનારા આરોપીઓને ગેરકાયદે લાભ અપાવવા માટે હુકમોનું ખોટુ અર્થઘટન કરી રજીસ્ટર વેચાણ દસ્તાવેજો આધારે દાખલ થયેલી ફેરફાર નોંધો મંજૂર કરી સરકારના નાણાકિય હિતને નુકશાન થાય તે પ્રકારનું કૃત્ય આચર્યુ હતું. ફરિયાદના આધારે એ.સી.બી.એ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer