વિઝડને વિરાટ કોહલીને દશકનો સર્વશ્રેષ્ઠ વન ડે ક્રિકેટર જાહેર કર્યો

લંડન તા.1પ: ભારતીય કપ્તાન વિરાટ કોહલી વિઝડન અલમૈનાક દ્વારા દશકનો સર્વશ્રેષ્ઠ વન ડે ક્રિકેટર જાહેર થયો છે. જયારે ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસ સતત બીજીવાર વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પંસદ થયો છે. 32 વર્ષીય વિરાટ કોહલીએ ઓગસ્ટ 2008માં શ્રીલંકા વિરૂધ્ધ વન ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. સર્વકાલિન સર્વશ્રેષ્ઠ બેટસમેનોમાં સામેલ કોહલીએ 2પ4 વન ડેમાં 12169 રન બનાવ્યા છે.
વિઝડને કહ્યંy છે કે પહેલા વન ડે મેચની પ0મી વર્ષગાંઠ નિમિતે દરેક દશકના પાંચ સર્વશ્રેષ્ઠ વન ડે ક્રિકેટર પસંદ કરવામાં આવશે. આ માટે 1971થી 2021 વચ્ચે દરેક દશકના શ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યા છે. કોહલીને 2010ના દશક માટે પસંદ કરાયો છે. કોહલીએ 10 વર્ષમાં 11000થી વધુ રન અને 42 સદી કરી છે.
સચિન તેંડુલકરને 90ના દશકનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરાયો છે. ભારતના વિશ્વ વિજેતા કપ્તાન કપિલ દેવ  80ના દશકનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર બન્યો છે. કપિલના નેતૃત્વમાં ભારત 1983ના વિશ્વ કપમાં ચેમ્પિયન થયું હતું. એ દશકામાં તેણે સૌથી વધુ વિકેટ અને સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી એક હજારથી વધુ રન કર્યાં હતા. સ્ટોકસ સતત બીજીવાર વર્ષનો સર્વશ્રેષ્ઠ વિઝડન ક્રિકેટર બન્યો છે. તેણે ગયા વર્ષે પ8 મેચમાં 641 રન અને 19 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની બેથ મૂનિ સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર અને વેસ્ટ ઇન્ડિઝનો કાયરન પોલાર્ડ સર્વશ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર તરીકે પસંદ થયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer