બેંગ્લોર સામેની હાર પચાવવી મુશ્કેલ: વોર્નર

બેંગ્લોર સામેની હાર પચાવવી મુશ્કેલ: વોર્નર
ચેન્નાઇ તા.1પ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂધ્ધ આસાન જીત તરફ આગળ વધ્યા બાદ 6 રને આંચકારૂપ હાર સહન કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે મેચ બાદ સ્વીકાર્યું કે આ હાર પચાવવી મુશ્કેલ રહેશે. વોર્નરે મેચ બાદ જણાવ્યું કે અમારા બોલરોએ સારો દેખાવ કર્યો, જો કે આરસીબી તરફથી ગ્લેન મેકસવેલે સારી બેટિંગ કરી. બાદમાં અમે કોઇ ભાગીદારી કરી શકયા નહીં. પોતાના બેટધરોથી નિરાશ કપ્તાન વોર્નરે કહ્યંy કે હું ઘણો નિરાશ છું કે ડાબા હાથના સ્પિનર વિરૂધ્ધ તેઓ બેટ સીધું રાખીને શોટ મારી શકયા નહીં. અમારે અહીં હજુ ત્રણ મેચ રમવાના છે. પિચ આગળ જતાં સારી થશે તેવી આશા છે. અમે પાવરપ્લેમાં વિકેટ લેવા અને મોટી ભાગીદારી બનાવવાની કોશિશ હવે પછીના મેચોમાં સતત કરવી પડશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer