CSK સામે પંજાબના બિગ હિટરો પર અંકુશ મૂકવાનો પડકાર

CSK સામે પંજાબના બિગ હિટરો પર અંકુશ મૂકવાનો પડકાર
આજે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સની ટક્કર
મુંબઈ, તા.1પ: કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીના સુકાનીપદ હેઠળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે આઇપીએલમાં જીતની રાહ પર પાછા ફરવા માટે શુક્રવારે પંજાબ કિંગ્સની મજબૂત બેટિંગ લાઇનઅપ સામે બોલિંગમાં સુધારો કરવો પડશે. ચેન્નાઇને પહેલા મેચમાં દિલ્હી કેપિટલ્સ સાત વિકેટે હાર મળી હતી. જયારે પંજાબ કિંગ્સે તેના પ્રથમ મેચમાં રસાકસી બાદ રાજસ્થાન રોયલ્સને 4 રને હાર આપી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ઝાકળના પ્રભાવને ધ્યાને રાખીને ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.
ચેન્નાઇએ અહીં જ પહેલા મેચમાં 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. જેમાં સુરેશ રૈનાના પ4, મોઇન અલીના 36 અને સેમ કરનના 34 રન મુખ્ય હતા. ઓપનર ઋતુરાજ ગાયકવાડ, ફાક ડૂ પ્લેસિસ અને કપ્તાન ધોની નિષ્ફળ રહ્યા હતા. બાદમાં ચેન્નાઇના બોલરો 188 રનનો સ્કોરનો બચાવ કરી શકયા ન હતા. શિખર ધવન અને પૃથ્વી શોએ પહેલી વિકેટમાં 138 રનની ઝડપી ભાગીદારી કરીને દિલ્હીને આસાન જીત અપાવી હતી. દીપક ચહર, સેમ કરન, શાર્દુલ ઠાકુર અને મોઇન અલી બધાએ રન લૂંટાવ્યા હતા. હવે કુશલ નેતૃત્વકાર ધોની પર જવાબદારી રહેશે કે આ હારના સદમામાંથી ટીમને બહાર કાઢીને સારા દેખાવ માટે પ્રેરિત કરે. આ માટે તેણે ખુદે મોરચાની આગેવાની લેવી પડશે.
બીજી તરફ પંજાબ કિંગ્સે પહેલા મેચમાં 6 વિકેટે 221 રન ખડકવા છતાં રાજસ્થાન રોયલ્સના હાથે હારથી માંડ માંડ બચી શકી હતી. પંજાબ તરફથી સુકાની રાહુલે પ0 દડામાં 91 રન, ગેલે 28 દડામાં 40 અને હુડ્ડાએ 28 દડામાં 64 રન કર્યાં હતા. જવાબમાં રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને 63 દડામાં 119 રન કરીને એકલા હાથે પોતાની ટીમને જીત આપવાની કોશિશ કરી હતી પણ ચાર રને ચૂકી ગયો હતો.
આવતીકાલના મેચમાં પંજાબ અને ચેન્નાઈ માટે બોલિંગ ચિંતાનો વિષય છે. બન્ને ટીમના બોલરોએ તેમના પહેલા મેચમાં પ્રભાવ છોડી શકયા નથી. પંજાબની ફિલ્ડિંગમાં પણ સુધારાની જરૂર છે. ચેન્નાઇમાં પાછલા બે મેચમાં 1પ0 ઉપરનો સ્કોર પહેલો દાવ લેનાર ટીમને વિજય અપાવ્યો છે, પણ મુંબઇની વાનખેડે સ્ટેડિયમની પીચ પર પહેલો દાવ લેનાર ટીમે 180 ઉપરનો સ્કોર કરવો પડશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer