મેક્સવેલ પર કોચ કેટિચ અને કપ્તાન કોહલી ઓળઘોળ

મેક્સવેલ પર કોચ કેટિચ અને કપ્તાન કોહલી ઓળઘોળ
ચેન્નાઇ તા.1પ: હેડ કોચ સાઇમન કેટિચનું માનવું છે કે ગ્લેન મેકસવેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે બહુ ઉપયોગી ખેલાડી સાબિત થશે. તેણે આઇપીએલની શરૂઆતના બે મેચમાં શાનદાર ઇનિંગ રમીને ફોર્મ બતાવવું શરૂ કરી દીધું છે. આઇપીએલના ઓકશનમાં આરસીબીએ 14.2પ કરોડની મોટી બોલી લગાવીને કાંગારૂ ફટકાબાજ મેકસવેલને ખરીદ્યો છે. આઇપીએલની આ સિઝનમાં તેણે પહેલા બન્ને મેચમાં ટીમ માટે ઉપયોગી ઇનિંગ રમી છે. હૈદરાબાદ સામેની જીત બાદ આરસીબીના કોચ કેટિચે કહ્યંy કે મેકસવેલે કઠિન વિકેટ પર સમજદારીભરી ઇનિંગ રમી. તેણે પરિસ્થિતિને સારી રીતે સમજી. અંતમાં તેણે ઝડપથી રન પણ કર્યાં. તેના અનુભવને આ શ્રેય મળે છે. આ સિઝનમાં તે આરસીબી માટે હુકમનો એકકો બની રહેશે.
કેપ્ટન વિરાટ કોહલીએ મેકસવેલની અર્ધસદીની પ્રશંસા કરી હતી. તેની ઇનિંગથી અમે 1પ0 સુધી પહોંચી શકયા. પિચ એટલી ખરાબ ન હતી, પણ સમજીને રમવાની જરૂર હતી. આ મેચમાં દબાણમાં અમારી કોશિશ સફળ રહી. મને ભરોસો હતો કે આ મુકાબલો જીતી શકીએ છીએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer