અમરેલી, તા.8: વડીયાના કુંકાવાવ ગામે રહેતી આરતીબેન ધીરુભાઈ નાથાભાઈ મોઢવાડિયા (ઉ.14) નામની સગીરાએ દલખાણિયા ગામે રહેતા મામા મુકેશ ઉર્ફે મુન્નાભાઈને ત્યાં રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા જવું હતું પરંતુ પરિવારે ના પાડતા આરતીબેને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાદમાં મૃતક આરતીબેનના પરીવારજનોએ પોલીસને જાણ કરી નહોતી અને પીએમની કાર્યવાહી કર્યા વગર અંતીમવિધિ કરી નાખીહતી.
આ અંગેની જાણ થતા પોલીસે આઠમાસ બાદ મૃતક આરતીબેનની માતા પ્રભાબેન ધીરુભાઈ મોઢવાડિયા, મામા મુકેશ ઉર્ફે મુન્ના બલાભાઈ બજાણિયા, વલ્લભ પોપટભાઈ મોઢવાડિયા, સંજય ધનજી ચાવડા અને રવિ ધીરુ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.