ન્યુઝીલેન્ડની ટીમમાં ભારતીય મૂળના રચિન રવીન્દ્રને તક

ન્યુઝીલેન્ડની ટીમમાં ભારતીય મૂળના રચિન રવીન્દ્રને તક
વેલિંગ્ટન, તા.8: ઇંગ્લેન્ડ વિરૂધ્ધની આગામી બે ટેસ્ટની શ્રેણીની ન્યુઝીલેન્ડની ટીમમાં ભારતીય મૂળના ઓલરાઉન્ડર રચિન રવીન્દ્રની પહેલીવાર પસંદગી થઇ છે. 21 વર્ષીય રચિન રવીન્દ્ર ડાબોડી બેટધર-બોલર છે. તેની ગણના ન્યુઝીલેન્ડના સૌથી સારા ઉભરતા ખેલાડીમાં થાય છે. 18 નવેમ્બર 1999ના જન્મેલા રવીન્દ્રના પિતા રવિ કૃષ્ણમૂર્તિ બેંગ્લોરના છે. જ્યારે માતા દીપા વેલિંગ્ટનના છે. રચિન રવીન્દ્રે 26 પ્રથમકક્ષાના મેચમાં 3 સદી 9 અર્ધસદી કરી છે અને 1470 રન છે. જયારે સ્પિન બોલર તરીકે 22 વિકેટ તેના નામે છે.
ન્યુઝીલેન્ડની 20 ખેલાડીની ટીમમાં ત્રણ નવા ચહેરા છે. જેમાં દ. આફ્રિકાનો ડવેન કોન્વે પણ સામેલ છે. જે ન્યુઝીલેન્ડ તરફથી લીમીટેડ ઓવર્સના ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી ચૂકયો છે. ઝડપી બોલર જેકબ ડફી પણ નવો ચહેરો છે. ભારત વિરૂધ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ માટે ન્યુઝીલેન્ડની ટીમની 1પની કરાશે.  કપ્તાન કેન વિલિયમ્સન, મિશેલ સેંટનર, ટ્રેટ બોલ્ટ અને કાઇલ જેમિસન આઇપીએલમાં વ્યસ્ત હોવાથી ઇંગ્લેન્ડ સામેનો પહેલો ટેસ્ટ ગુમાવી શકે છે.
ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ: કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ બ્લંડેલ, ટ્રેંટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, ડેવોન કોન્વે, કોલિન ડિ ગ્રેડહોમ, જેકબ ડફી, કાઇલ જેમિસન, ટોમ લાથમ, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ (વિકેટકીપર), એજાઝ પટેલ, રચિન રવીન્દ્ર, મિશેલ સેંટનર, ટિમ સાઉધી, રોસ ટેલર, નીલ વેગનાર, બીજે વેટલિંગ અને વિલ યંગ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer