મુંબઇ અને બેંગ્લોર વચ્ચે આજે કાંટે કી ટક્કર

મુંબઇ અને બેંગ્લોર વચ્ચે આજે કાંટે કી ટક્કર
પાંચ ખિતાબ સાથે આઇપીએલ ઇતિહાસનો સૌથી સફળ કપ્તાન રોહિત શર્મા છઠ્ઠીવાર અને ખિતાબની હેટ્રિક રચવાના મકકમ નિર્ધાર સાથે તેની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સાથે મેદાને પડશે. આ વખતે પણ રોહિતની ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર છે. મુંબઇની ટીમમાં રોહિત ઉપરાંત ડિ’કોક, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, પોલાર્ડ, પંડયાબ્રધર્સની મજબૂત બેટિંગ લાઇનઅપ છે. બોલિંગમાં તેની પાસે બુમરાહ, બોલ્ટ અને નાથન કુલ્ટર નાઇલ જેવા ખતરનાક ફાસ્ટ બોલર છે. સ્પિન વિભાગની જવાબદારી રાહુલ ચહર સંભાળશે. આ કડી મુંબઇની નબળી છે. મુંબઇની સામે આરસીબી હશે. કોહલીની ટીમ પહેલીવાર આઇપીએલનું ટાઇટલ જીતવા માંગે છે.  ટીમમાં મેકસવેલ અને કિવિ ઓલરાઉન્ડર કાઇલ જેમિસનને લેવામાં આવ્યા છે. કોહલી સાથે પડીક્કલ ઓપનિંગ કરશે. આ પછી સુપરસ્ટાર એબી ડિ’વિલિયર્સ હશે. યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ અને નવદિપ સૈની સારા ફોર્મમાં છે. જયારે સ્પિનર તરીકે યજુર્વેન્દ્ર ચહલ હશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer