કાચાં તેલના ભાવના ઘટાડતાં
સાઉદીને જવાબ દેવા
ભારત સરકાર દ્વારા તૈયારી
નવી દિલ્હી, તા. 8 : ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડવા અને કાચાં તેલની ઊંચી કિંમતો રાખતાં સાઉદી અરેબિયા સામે લડી લેવાની તૈયારી રૂપે મોદી સરકાર અમેરિકા અને આફ્રિકા પાસેથી કાચાં તેલની ખરીદીમાં વધારો કરશે.
સરકારે ઓઈલ કંપનીઓને અમેરિકા અને આફ્રિકા પાસેથી ક્રૂડ તેલ ખરીદી વધારી, સાઉદી પર નિર્ભરતા એક તૃતિયાંશ ભાગ સુધી ઘટાડવા માટેનો નિર્દેશ આપ્યો છે.
કંપનીઓ દર મહિને સરેરાશ 1.48 કરોડ બેરલ કાચાં તેલનો ઓર્ડર સાઉદી અરેબિયાને આપે છે, પરંતુ આ વખતે મે મહિના માટે 9પ લાખ બેરલનો જ ઓર્ડર આપ્યો છે.
દરમ્યાન સાઉદીમાંથી આયાત પર કાપ બાદ દેશમાં થનારી કમીને પૂરી કરવા બ્રાઝિલથી ટુપીગ્રેડ, ગુએનાથી લીઝા અને નોર્વેથી જોહન સ્વેરડ્રપ ક્રૂડ તેલ લાવવા વિચારાઈ રહ્યું છે.
પેટ્રોલ-ડીઝલ સસ્તાં કરવા આફ્રિકા, અમેરિકા પાસેથી ખરીદી વધારાશે
