શિક્ષણમંત્રી ચુડાસમા, ભાજપનાં નેતા આઈ કે જાડેજા સંક્રમિત

શિક્ષણમંત્રી ચુડાસમા, ભાજપનાં નેતા આઈ કે જાડેજા સંક્રમિત
અમદાવાદ, તા. 8: ગુજરાતમાં કોરોનાથી રાજ્યમાં પ્રધાનો તથા ધારાસભ્યો સંક્રમિત થઇ રહ્યા હતાં. હવે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમા અને ભાજપના નેતા આઈ.કે.જાડેજાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તબીબી સલાહ પ્રમાણે, તેમને હાલ અમદાવાદ ખાતેની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત આઇએએસ પંકજ કુમાર અને તેમનો પરિવાર પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેઓ પણ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયાં છે.
આ ઉપરાંત વડોદરાના ધારાસભ્ય મનિષા વકીલ પણ કોરોના સંક્રમિત થયા છે. કોરોના વાયરસમાં અત્યાર સુધીમાં ગાંધીનગરના 6 મંત્રીઓ સપડાઈ ચુક્યા છે અને સાતમાં મંત્રી આરસી ફળદુંના પત્ની પોઝિટિવ હોવાથી તેઓ પણ હોમ ક્વૉરન્ટાઇન છે.
દરમિયાનમાં ગઇકાલે મુખ્યપ્રધાનના કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યપ્રધાન સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત મળ્યા છે.
છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો વીઆઈપીની સુરક્ષામાં તહેનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે, જ્યારે આરોગ્યપ્રધાનના કાર્યાલયમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે, જ્યાં ત્રણ લોકો સંક્રમિત થયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer