ગુજરાતમાં 4021 લોકો કોરોનાગ્રસ્ત, 35 મૃત્યુ

ગુજરાતમાં 4021 લોકો કોરોનાગ્રસ્ત, 35 મૃત્યુ
-2197 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 92.44%
-રાજ્યમાં 12 હજારથી વધુ બેડનો વધારો કરાયો
-રાજકોટમાં 31, જામનગરમાં 14 બિનસત્તાવાર મૃત્યુ
 
અમદાવાદ, તા.7: ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના વિસ્ફોટક બની રહ્યો છે તેમજ વિવિધ જિલ્લાઓમાં સ્મશાન ગૃહમાં પણ વેઇટિંગની સ્થિતિ છે. તેવામાં આજે સૌથી વધુ 4021 કોરોના કેસ સાથે 35 વ્યક્તિનાં મૃત્યુ થતાં સરકારની ચિંતામાં ઔર વધારો થયો છે. તો બીજી તરફ 2197 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટયો હતો અને 92.44 ટકાએ પહોંચ્યો હતો. રાજ્યમાં કોરોનાની સારવાર માટે કુલ 12 હજારથી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે આજે રાજકોટમાં 31 અને જામનગરમાં 14 દરદીએ કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા પરંતુ આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરાયું નથી.
રાજ્યમાં કુલ 20473 એક્ટિવ દર્દી છે, જે પૈકી 182 દર્દી વેન્ટિલેટર પર છે અને 2021 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 307346 લોકોને ડિસ્ચાર્જ અપાઈ ચૂક્યું છે તેમજ અત્યાર સુધીમાં 4655 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યમાં આજે સુરત કોર્પો.માં 14, અમદાવાદ કોર્પો.માં 8, રાજકોટમાં 2, રાજકોટ કોર્પો.માં 2 અને વડોદરા કોર્પો. 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, ભરૂચમાં 1, ભાવનગરમાં 1, જામનગરમાં 1, મહેસાણામાં 1 અને વડોદરામાં 1 થઇને કુલ 35 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.
આજે નોંધાયેલા કોવિડના કેસનો આંક જોઇએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 951, સુરત કોર્પો.માં 723, રાજકોટ કોર્પો.માં 427, વડોદરા કોર્પો.માં 379, સુરતમાં 237, વડોદરામાં 111, જામનગર કોર્પોરેશનમાં 104, જામનગરમાં 99, પાટણમાં 99, રાજકોટમાં 93, ભાવનગર કોર્પો.માં 61, મહેસાણામાં 74, કચ્છમાં 41, ગાંધીનગર કોર્પો.માં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, મહીસાગર 38, મોરબીમાં 37, ખેડામાં 29, પંચમહાલમાં 29, બનાસકાંઠામાં 27, અમદાવાદમાં 26, ભરૂચ 26, દાહોદમાં 26, અમરેલીમાં 24, ભાવનગરમાં 23, સાબરકાંઠામાં 22, નર્મદામાં 21, આણંદ 20, વલસાડમાં 20, નવસારીમાં 17, સુરેન્દ્રનગરમાં 15, દેવભૂમિ દ્વારકામાં 11, ગીર સોમનાથમાં 11, ડાંગમાં 9, તાપીમાં 9, અરવલ્લીમાં 8, બોટાદમાં 8, છોટાઉદેપુરમાં 8 અને પોરબંદરમાં 4 થઈને કુલ 4021 જેટલા કેસ નોંધાયા હતા.
બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં 470, સુરત કોર્પો.માં 598, રાજકોટ કોર્પો.માં 201, વડોદરા કોર્પો.માં 158, સુરતમાં 73, વડોદરામાં 64, જામનગર કોર્પોરેશનમાં 40, જામનગરમાં 6, પાટણમાં 9, રાજકોટમાં 71, ભાવનગર કોર્પો.માં 28, મહેસાણામાં 22, કચ્છમાં 22, ગાંધીનગર કોર્પો.માં 35, જૂનાગઢ કોર્પોરેશનમાં 9, મહીસાગર 18, મોરબીમાં 28, ખેડામાં 33, પંચમહાલમાં 26, બનાસકાંઠામાં 21, અમદાવાદમાં 20, ભરૂચ 18, દાહોદમાં 10, અમરેલીમાં 11, ભાવનગરમાં 10, સાબરકાંઠામાં 17, નર્મદામાં 21, આણંદ 49, વલસાડમાં 14, નવસારીમાં 14, સુરેન્દ્રનગરમાં 17, દેવભૂમિ દ્વારકામાં 0, ગીર સોમનાથમાં 0, ડાંગમાં 10, તાપીમાં 5, અરવલ્લીમાં 7, બોટાદમાં 0, છોટાઉદેપુરમાં 10, અને પોરબંદરમાં 0 થઇને કુલ કુલ 2197 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે.
અત્યાર સુધીમાં કુલ 74,04,864 વ્યક્તિનું પ્રથમ ડોઝનું અને 9,27,976 વ્યક્તિનું બીજા ડોઝનુ રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 83,32,840 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના કુલ 2,17,929 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer