હવે લાયસન્સ, ટેસ્ટ માટે છઝઘનો ધક્કો નહીં

હવે લાયસન્સ, ટેસ્ટ માટે છઝઘનો ધક્કો નહીં
માર્ગ અને પરિવહન મંત્રાલયની નવી માર્ગદર્શિકા : પ્રક્રિયા ઓનલાઇન

નવીદિલ્હી, તા.7:  માર્ગ અને પરિવહન મંત્રાલય ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા અને તેના રિન્યુઅલ માટે નવી માર્ગદર્શિકા ઘડી છે. જે મુજબ લર્નસ લાયસન્સ મેળવવા અરજીથી માંડી લાયસન્સના પ્રિન્ટિંગ સુધી સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન હશે. ટેસ્ટ માટે આરટીઓ જવાની જરૂર નથી. ટયુટોરિયલ દ્વારા ટેસ્ટ ઓનલાઇન લેવાશે. સાથે ઇ સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટનો ઉપયોગ મેડિકલ સર્ટી., લર્નર લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ સરેન્ડર તથા રિન્યુઅલ માટે કરી શકાશે. નવા વાહનની રજિસ્ટ્રેશન પ્રક્રિયા (આરસી) સરળ બનાવવામાં આવશે. તેનું રિન્યુઅલ 60 દિવસ પૂર્વે કરાવી શકાશે. હંગામી નંબરની સમય મર્યાદા 1 માસથી વધારી 6 મહિના કરાઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer