એક અહેવાલ મુજબ પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે બેઠક કરાવવાની કવાયત
ઈસ્લામાબાદ, તા. 7: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો બરફ હવે ઓગળવા લાગ્યો છે અને ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન મુલાકાત કરી શકે છે. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ભારત સાથે વાતચીત શરૂ કરી છે જેથી બન્ને દેશના પીએમ વચ્ચે વાતચીતનો રસ્તો સાફ થઈ શકે. બ્રિટિશ અખબાર અખબારે વાતચીત સાથે સીધી રીતે જોડાયેલા ત્રણ સૂત્રના હવાલાથી આ દાવો કર્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની વાતચીતમાં યુએઈ મદદ કરી રહ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે જનરલ બાજવાએ ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને કહ્યું છે કે તેઓ કાશ્મીરમાં લડાઈ રોકવાનું એલાન કરે. વાતચીતમાં અગાઉ 25 ફેબ્રુઆરીના બન્ને દેશ વચ્ચે સીઝફાયરને કારગર રીતે લાગુ કરવા ઉપર સહમતી બની છે.
જો તમામ પ્રક્રિયા સફળ રહેશે તો આગામી 12 મહિનામાં પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે વાતચીત થઈ શકે છે.
ભારત સાથે શાંતિ માટે બેબાકળા પાકિસ્તાની સેના પ્રમુખ બાજવા
