મહુવાના ધરાઇ ગામે પ્રેમી યુગલનો વીજ પોલ પર લટકીને સજોડે આપઘાત

ભાવનગર, તા. 7:  ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધરાઇ ગામે પ્રેમી યુગલે વીજપોલ પર લટકીને સજોડે આપઘાત કરી લીધો હતો.
આ બનાવમાં સરતાનપરના 20 વર્ષના કરણ ભદુરભાઇ બારૈયા અને ગટુલા ગામની 19 વર્ષની કીંજલ શાંતિભાઇ બાંભણિયાએ વીજ પોલ પર ગળાફાંસો ખાઇને લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
ધરાઇ ગામે બગદાણા રોડ પર પીજીવીસીએલના પોલ સાથે દોરડાથી એક યુવક અને એક યુવતીએ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન સરતાનપરનો 20 વર્ષનો કરણ ભદુરભાઇ બારૈયા અને યુવતી ગટુલા ગામની 19 વર્ષની કીંજલ શાંતિભાઇ બાંભણિયા હોવાનું ખુલ્યું હતું. આ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.  પણ તેમના આ સંબંધને સમાજ નહીં સ્વીકારે અને એક થવા નહીં દે તેમ વિચારીને બન્ને તેમના ઘેરથી નિકળી ગયા હતાં અને ધરાઇ ગામે આવીને ગામની સીમમાં વીજ પોલ સાથે દોરડુ બાંધીને ગળાફાંસો ખાઇને સજોડે  આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે બગદાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer