જામનગરમાં યુવાનને ધોકાવનાર ત્રણ પોલીસ કર્મચારી સામે ગુનો

જામનગર, તા.7 : જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા મહાવીરસિંહ દેવાજી જાડેજા નામના યુવાનને ર018 ની સાલમાં અઢી વર્ષ પહેલા એલસીબી કચેરી ખાતે બોલાવ્યા બાદ પટ્ટા વડે મારટ્ટૂટ કરવામાં આવતા મહાવીરસિંહને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે કોર્ટમાં એલસીબીના પૂર્વ એએસઆઈ અને હાલમાં ગુજસીકોટના ગુનામાં જેલમાં ધકેલાયેલા વશરામ આહીર, કમલેશ રબારી અને મીતેષ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામા આવી હતી.
આ માટે કોર્ટે ત્રણે પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવાનો આદેશ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે પીઆઈ. એમ.જે. જલુ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને ત્રણેય પોલીસ કર્મચારીઓના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ હાલમાં ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા વશરામ આહીરનું નિવેદન નોંધવા માટેથી રાજકોટની સ્પે.કોર્ટમાં અરજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના આદેશના પગલે ગુનો નોંધવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer