RCBનો કાંગારૂ ઓલરાઉન્ડર સેમ્સ કોરોના પોઝિટિવ

RCBનો કાંગારૂ ઓલરાઉન્ડર સેમ્સ કોરોના પોઝિટિવ
દેવદત્ત પડીક્કલ કોરોનામાંથી બહાર
બેંગ્લુરુ, તા.7: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સ બાયો બબલમાં હોવા છતાં કોરોના પોઝિટિવ આવ્યો છે. આજે ફ્રેંચાઇઝીએ આ વાત જાહેર કરી છે. ડેનિયલ સેમ્સ 3 એપ્રિલે સાત નેગેટિવ રિપોર્ટ બાદ આરસીબી ટીમ સાથે જોડાયો હતો. પણ હવે આઇપીએલની ગાઇડ લાઇન્સ મુજબ તે આવશ્યક ટેસ્ટિંગમાં પોઝિટિવ આવ્યો છે. ટીમ હોટેલમાં બીજા ટેસ્ટમાં સેમ્સ પોઝિટિવ જાહેર થયો છે. તેને હળવા લક્ષણ છે અને આઇસોલેશનમાં છે. બીજી તરફ ટીમનો યુવા બેટધર દેવદત્ત પડીક્કલ જે કોરોના પોઝિટિવ થયો હતો તેનો નવો રિપોર્ટ હવે નેગેટિવ આવી ચૂકયો છે. આથી કોહલીની ટીમને પહેલા મેચ અગાઉ રાહત મળી છે. દેવદત્ત પડીક્કલ નવમીએ મુંબઇ સામે રમાનાર મેચમાં પંસદગી માટે ઉપલબ્ધ રહેશે તેવા રિપોર્ટ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer