મુસ્લિમો વિશે ખોટી ધારણાંઓ તોડવાનો સમય : કુરેશી

મુસ્લિમો વિશે ખોટી ધારણાંઓ તોડવાનો સમય : કુરેશી
પુર્વ મુખ્ય ચૂંટણી કમિશનરે પોતાના પુસ્તકમાં રજૂ કર્યો તર્ક
નવી દિલ્હી, તા.7 : દેશના પુર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય.કુરેશીએ મુસ્લિમોને ખલનાયક તરીકે દેખાડવા પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ કે આ એક ખોટી ધારણાંઓ છે જેને તોડવાનો સમય આવી ગયો છે.
કુરેશીએ દાવો કર્યો કે ઈસ્લામ પરિવાર નિયોજનની સંકલ્પનાનો વિરોધ કરતો નથી. ભારતમાં સૌથી ઓછા બહુવિવાહ કરવાવાળો સમુદાય મુસ્લિમ છે. હવે હિંદુત્વ સમૂહો દ્વારા ઉભી કરવામાં આવેલા કલ્પનાઓને તોડવાનો સમય આવી ગયો છે. મુસલમાનોને ખલનાયક તરીકે રજૂ કરવાની છાપને પડકારવું પડશે.
કુરેશીએ પોતાના નવા પુસ્તક ધ પોપ્યુલેશન મિથ : ઈસ્લામ, ફેમિલી પ્લાનિંગ એન્ડ પોલીટિક્સ ઈન ઈન્ડિયામાં તર્ક આપ્યો છે કે મુસ્લિમોએ જનસંખ્યા મામલે ભારતમાં હિંદુઓથી આગળ વધવા કોઈ સંગઠિત ષડયંત્ર રચ્યું નથી. ભારતમાં મુસ્લિમોની સંખ્યા ક્યારેય પણ હિંદુઓની સંખ્યાને પડકારી ન શકે. જો તમે કોઈ અસત્ય 100 વાર બોલો તો તે સત્ય બની જાય છે. તે જ રીતે દૂષ્પ્રચાર પ્રબળ બની ગયો છે કે મુસ્લિમો આ દેશના ખલનાયક છે. વર્ષોથી મુસ્લિમો વિરૂદ્ધ ઘર કરી ગયેલી આવી માન્યતાને પડકારવાનો સમય આવી ગયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer