વેરાવળમાં નજીવી બાબતે યુવાન પર પ શખસનો હુમલો

છરીના ઘા ઝીંકી હુમલાખોરો ફરાર
વેરાવળ, તા.7: વેરાવળના ભાલકા વિસ્તારમાં મકાનમાં પ્લાસ્ટર કરવાની બાબતે દોઢેક માસ પહેલા સમજાવવા ગયેલ હોય તે બાબતનું મનદુ:ખ રાખી છરી જેવા હથિયારો સાથે પાંચ શખસે માર મારેલ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાયેલ છે.
ભાલકા કોલોની વિસ્તારમાં રહેતા યાસીફ અબ્દુલ અબ્બાસી (ઉ.વ.40)ના સંબંધી તોફિક રસીદભાઈ શખિયાણી તેનાં મકાનની દિવાલમાં પ્લાસ્ટરનું કામ કરાવતા હોય ત્યારે તેની બાજુમાં રહેતા શબ્બીરબાપુ અલ્વી સૈયદ એ પ્લાસ્ટર કામ કરવાની ના પાડતા યાસીફભાઈ તથા તેનો ભાઇ આરીફ બન્ને શબ્બીરબાપુને સમજાવવા જતા તેઓએ તમારે આમા કંઈ વચ્ચે આવવું નહીં તેમ કહી ઉગ્ર ભાષામાં બોલી તોફિકભાઈના મકાનની દિવાલનું પ્લાસ્ટરનું કામ બંધ કરાવી દીધેલ હતું. 
ઉપરોક્ત બનાવ બાદ ગત તા.ર માર્ચના રોજ બપોરના સમયે શબ્બીરબાપુ તથા તેનો પુત્ર અસરફબાપુ, તેનો ભાઈ મુસ્તાકબાપુ, તેનો ભાણેજ ઇમ્તિયાઝ સહિતનાએ છરીઓ સાથે આવી તું મારી અને તોફિકની મેટરમાં વચ્ચે શું કામ આવેલ તેમ કહી હુમલો કરી ઢીકાપાટુનો માર મારી છરી પેટના ભાગે મારી દેતા યાસીફભાઇ તથા તેનો ડ્રાઇવર સૈયદબાપુને સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.
આ બનાવ અંગે પોલીસે શબ્બીરબાપુ સૈયદ સહિતના પાંચ સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. મુસાર એ હાથ ધરેલ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer