ભાયાવદરમાં સાત શખસના ત્રાસ અને ધમકીથી કંટાળી હોટલ માલિકનો આપઘાત: નોંધાતો ગુનો

રાજકોટ, તા.7: ઉપલેટા તાબેના ભાયાવદર ગામે દરબારગઢમાં રહેતા ભરતસિંહ જાડેજા નામના ગરાસિયા હોટલ માલિકે તેનાં ઘેર ઢોર બાંધવાની જગ્યામાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
આ બનાવ પગલે મૃતક ભરતસિંહના અભ્યાસ અને ખેતીકામ કરતા પુત્ર કૃષ્ણકુમારસિંહ ભરતસિંહ જાડેજાએ મૂળ ભાયાવદરના અને હાલમાં અમદાવાદમાં રહેતા લાડલેશ વિનોદરાય પાટડિયા, શ્યામ વિનોદરાય પાટડિયા, ભાવેશ વિનોદરાય પાટડિયા, વિનોદરાય નાગરદાસ પાટડિયા, જૂનાગઢના જોશીપરામાં રહેતા મગન પોશિયા,  કાંતી વેગડા અને જામકંડોરણામાં રહેતા નારદ સી બાલધા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સાતેય શખસ વિરુદ્ધ હોટલ માલિક ભરતસિંહને આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો હતો.
આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક ભરતસિંહ જાડેજાએ લાડલેશ, શયામ, ભાવેશ અને વિનોદરાયને રૂ.3 લાખની રોકડ તથા 118.3પ ગ્રામ સોનાના દાગીના અપ્યા હતા અને તેના બદલામાં એક વર્ષ બાદ ફરિયાદી કૃષ્ણકુમારસિંહની બહેનના લગ્નપ્રસંગમાં સોનાના દાગીના ર10 ગ્રામ (ર1 તોલા)નવા ઘાટના બનાવી આપવાની વાત થઈ હતી. આથી પિતા-પુત્ર સોનાના દાગીના લેવા ગયા હતા ત્યારે સોની પિતા-પુત્રોએ ઝઘડો કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી અને જામકંડોરણામાં રહેતા નારદ સી. બાલધાએ મૃતક ભરતસિંહની હોટલ પેટ્રોલ પંપને નડતરરૂપ હોવાની બાબતે અવાર નવાર ઝઘડો કરી નવા કાયદા મુજબ ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હોટલ પડાવી લીધી હતી અને ત્રાસ અને ધમકીથી કંટાળી જઈ ભરતસિંહ જાડેજાએ આપઘાત કરી લીધો હતો. પોલીસે સાતેય શખસની શોધખોળ શરૂ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer